Vishesh News »

ઉદવાડાની ગ્રામસભામાં થયેલો વિવાદ પોલીસ સ્ટેશને પહોચ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૮ ઃ પારડી તાલુકાના ઉદવાડાગામમાં ગ્રામ પંચાયતની ગ્રામસભા દરમિયાન ગામના જ ઍક વ્યક્તિઍ ઉગ્ર બોલાચાલી કરી હોય જે માટેની ફરિયાદ પારડી પોલીસ મથકમાં ગામના સરપંચ ડેપ્યુટી સરપંચે કરી છે. અહીં ઉદવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભા દરમિયાન સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ, ઉપસરપંચ સરોજભાઇ ઇરાની, ગ્રામ પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન પટેલ વગેરે તમામ સભ્યો અને ગ્રામજનો ઉદવાડા ગામના વિકાસ ડી.પી.આર. અંગેની ચર્ચા કરી રહ્ના હોય તે દરમિયાન ઉદવાડાગામના રહેવાસી ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ પટેલ આવીને બોલાચાલી કરી હોય અને ઉશ્કેરાટ કરી હોય જે બાબતે ગામના સરપંચ છે. પારડી પોલીસમાં પીઆઇને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૨૬-૨-૨૦૨૩ ને સોમવારના રોજ ૧૨ વાગ્યે સરકારના પરિપત્ર મુજબ ગ્રામ પંચાયત ઉદવાડાનો ડીપીઆર તૈયાર કરવા ગ્રામ સભા બોલાવી ટીપીઆરની વિસ્તૃત ચર્ચા ચાલુ હતી. ચર્ચા પૂર્ણ થયા પછીથી ચંદ્રકાંત લક્ષ્મણભાઈ પટેલે આવીને સામે સરપંચ અને ઉપસરપંચ પર ધસી આવેલ અને પ્રયત્ન કરેલ અને મહિલા સભ્ય જોડે અભદ્રભાષા વાપરીને ઉશ્કેરાવવાનો પ્રયત્ન કરે અને આખી ગ્રામસભા માથે લઈને ઝઘડો કરેલ અને આ સામાજિક તત્વ કે જાતે બુટલેગર કૃણાલ પટેલના બોર્ડને જોડે લાવી અને ઍમના દ્વારા ફોન કરાવી માણસો બોલાવી ગ્રામસભાના ઘેરાવ કરવાનો પ્રયત્ન કરેલ તો આવા અચળ સામાજિક તત્વ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી ચંદ્રકાંત લક્ષ્મણભાઈ પટેલ જેવોનો રેકોર્ડ ક્રિમિનલ રેકોર્ડ હોય તેથી ગમે ત્યારે હુમલા થવાની ભીતિ છે. જેથી તાત્કાલિક પગલાં લેવા નમ્ર વિનંતી છે. આ માટે સરપંચ ધર્મેન્દ્રભાઈઍ જણાવ્યું હતું કે, ઉદવાડા ગામમાં રામનગરમાં સીટી સર્વે નંબર ૧૧૯૪ વાડી જમીન કાયદેસર હોરમઝ બમન શા કુમાનાના નામે ચાલે છે. જે અમને ચંદ્રકાન્ત લક્ષ્મણભાઈ પટેલ રહે. ઝરીમરી નગર, ઉદવાડા ગામને વેચેલી છે ઍનો પાવર ઓફ ઍટર્ની આપેલ છે. આ જમીન સીટી સર્વે નંબર ૧૧૯૪ રામનગરની બાજુમાં આવેલ તે ખેતીવાડી ઝોન ગ્રીનઝોન દર્શાવેલ છે તેનો પ્રમાણપત્ર ગ્રામ પંચાયત ઉદવાડા દ્વારા ૨૭-૩-૨૦૨૩ ના રોજ ચંદ્રકાંત લક્ષ્મણભાઈ પટેલ હોરમઝ બમનશા કુમાનાને આપવામાં આવેલો હતો. તા. ૩૦-૬-૨૦૨૩ ના દિન શુક્રવારે સવારે ૧૧ઃ૦૦ કલાકે ગ્રામ પંચાયત કચેરીઍ સામાન્ય સભા સરપંચ ધર્મેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલની અધ્યક્ષતામાં લેવામાં આવી હતી. જેમાં ઝોન ફેર બદલીની અરજી સીટી સર્વે નંબર ૧૧૯૪ વાળી જમીન જે રામનગરની બાજુમાં આવેલ છે. તેને વાંચનમાં લેવામાં આવ્યું હતું ને પંચાયતની સામાન્ય સભામાં ઍને મંજૂર કરવામાં આવ્યું હતું. ગ્રીન ઝોન થી ઍને રહેવાસી ઝોનમાં ફેરબદલ યુઍડીઍ પાસેથી કરી શકે તો ઉદવાડા ગ્રામ પંચાયતને કોઈ વાંધો નથી. આ ઠરાવ નંબર ૪/૫ જેની કોપી હોરમઝ બુમન શા કુમાના ઍ રૂબરૂ તારી ૩-૭-૨૦૨૩ ઍ પંચાયત કચેરી થી લીધેલ છે. આ સિટી સર્વે નંબર ૧૧૯૪ રામનગરની બાજુ વાળી જગ્યા ગ્રીન ઝોનમાં આવવાથી માત્ર ૦.૦૫ ઍફ ઍસ આઇ મળેલ માત્ર છે ઍટલે કે ૨૦૦૦ લ્મ્જ્વ્ આશરે ૧૦૦લ્મ્જ્વ્ બાંધકામ કરાય ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ પટેલે ઉદવાડા ગ્રામ પંચાયત પાસે તા. ૩૦-૯-૨૦૨૩ ના રોજે ૧૪ જેટલા ઘર ૧૦-૧૨ ફૂટ ઍટલે કે ૧૨૦ લ્મ્જ્વ્ ના ઘર આકારણી કરવા અરજી કરેલી જે ગ્રામ પંચાયતે કોઈ બાંધકામ અંગેના હોવાથી અને બાંધકામનો પ્લાન યુઍડીઍમાં પાસ થયેલો અને વેચાણ દસ્તાવેજ અરજી જોડેના મૂકવાથી દફતરે કરેલી જેની અદાવત રાખી તેમણે બબાલ કરી હોવાનું જણાવ્યું હતું.