Vishesh News »

હવે, વલસાડ હાઈવે પર કાર પર યુવાનનો સ્ટન્ટ વાયરલ થયો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૮ઃ વલસાડના હાઈવે પર ઍક પૂરપાટ ઝડપે દોડતી કારના ઉપર બેસી ઍક યુવાન જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ વાયરલ થતાં વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. બાઈક કાર કે અન્ય વાહનોમાં સ્ટંટ કરવાનો ક્રેઝ વધી રહ્ના છે તો બીજી તરફ તલવારથી કે કારના બોનેટ છે. અન્ય જગ્યાઍ જાહેરમાં ઊભા રહી ટ્રાફિકજામ કરી બર્થ ડે પાર્ટીની ઉજવણીઓ પણ થતી હોવાના વિડીયો વાયરલ થયા હતા. વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર સહિત અન્ય જગ્યાઓ પર આજના યુવાનો બાઈક મોપેડ વાહનો કે અન્ય રીતે બનાવવા માટે પોતાના તથા અન્યના જીવ જોખમમાં મૂકી દેતા હોય તેવા સ્ટન્ટ પણ કરે છે. અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પોતાની કાર્યવાહી પણ કરતી આવી છે. ક્યારે ગઈકાલે વલસાડના નેશનલ હાઈવે પર ઍક યુવાન કાર ઉપર બેસી જીવના જોખમે સ્ટંટ કરતો વિડીયો વાયરલ થતાં વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવા જોખો મિસ્ટન્ટ કરનારા સામે વલસાડ પોલીસ કાર્યવાહી કરે ઍવી લોકોની માંગણી છે.