Vishesh News »

વલસાડમાં પ્રથમ વખત હોર્સરેસ યોજાઈઃ ૩૫ ઘોડેસવારોઍ ભાગ લીધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલાના ભાગલ ગામે કરદીવામાં પ્રથમ વખત અશ્વ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વ સ્પર્ધામાં ૩૫ થી વધુ અશ્વસવારોઍ ભાગ લેતા ગ્રામજનો જોવા માટે ઉઠી પડ્યા હતા. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભાગલમાં પ્રથમ વખત યોજાયેલી આ ઘોડે સવારી રેસમાંઆ અશ્વ સ્પર્ધામાં ૩૫ થી વધુ અશ્વ સવારોઍ ભાગ લીધો હતો. જેમાં ગેલબમાં ૧૪ થી વધારે અશ્વસવારો, નાની મનોરંજન રેસમાં માં ૧૫થી વધૂ અને મોટી રેસમાં ૫ જેટલા અશ્વસવારોઍ ભાગ લીધો હતો. ગૅલપ રેસમાં પ્રથમ ક્રમે યશ(અકલુ)કિરણભાઈ દેસાઈ, ગામ-વલસાડ પારડી, ઘોડાનું નામ-શંભુ, સવારનું નામ- અલીભાઇ, ઇનામ- રૂ.૫૦૦૦/-, બીજા ક્રમે સંજયભાઈ કાંતિભાઈ આહીર, ગામ- સોનવાડા ડુંગરી(વલસાડ), ઘોડીનું નામ - રફા ઘોડી, સવારનું નામ- ધ્રુવ આહિર, ઇનામ રૂ.૩૦૦૦/-, ત્રીજા ક્રમે સાગર ભીખુભાઈ આહીર, ગામ- ખેરગામ.(ચીખલી), ઘોડીનું નામ- હીરા ઘોડી, સવારનું નામ- સાગર આહિર, ઇનામ રૂ.૨૦૦૦/- આપવામાં આવ્યાં હતાં. ચેતક હોર્સ ગ્રુપ દ્વારા આયોજિત આ અશ્વ સ્પર્ધામાં રવિવારનો દિવસ હોવાથી આ સ્પર્ધા નિહાળવા માટે મોટી સંખ્યામાં અશ્વપાલકો સહિત પ્રેક્ષકો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રતિયોગીતા દરમિયાન લોકોઍ અલગ અલગ જાતના અશ્વની માહિતી પણ મેળવી હતી અને -તિયોગીતા દરમિયાન ચેતક હોર્સ ગ્રુપના સભ્યોઍ તમામ પ્રેક્ષકો અને અશ્વવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ હરીફાઇને સફળ બનાવવાં જીગર અનિલભાઈ મહેતા, તલિયારા, નિરલ (નીમુ) હસમુખભાઈ પટેલ, વંકાલ, કેવિન ધનસુખભાઈ પટેલ, વંકાલે ખૂબ મહેનત કરી હતી.