Vishesh News »

ઉમરગામ તા.પં.નું બજેટ સર્વાનુમતે મંજુર

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૮ ઃ ઉમરગામ તાલુકા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં તાલુકા પંચાયત ઉમરગામનું વર્ષ ૨૦૨૩ - ૨૪ નું સુધારેલ અને વર્ષ ૨૦૨૪-૨૫ નુ વાર્ષિક અંદાજપત્ર રૂપિયા ૧૭૬ કરોડ પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતુંપ્રા સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન ભરતભાઈ દુમાડાના અધ્યક્ષસ્થાને ઉપપ્રમુખ વિલાસભાઈ ઠાકરીયા કારોબારી કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહીર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નવીનભાઈ હળપતિ તથા સભ્યોની ઉપસ્થિતિમાં બુધવારે તાલુકા પંચાયતના સભાખંડમાં ખાસ સામાન્ય સભા મળી હતી સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી તથા લેવાયેલા નિર્ણય ઉપર લીધેલા પગલાંનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલુકા પંચાયત ઉમરગામનુ વર્ષ ૨૦૨૩-૨૪ નું સુધારેલ અને વર્ષ ૨૦૨૪-૨૫ નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં તારીખ ૧/૪/૨૦૨૪ ના રોજ ઉઘડતી સિલક રૂપિયા ૫૫ કરોડ ૫૧ લાખ ૮૭ હજાર ૨૪૯ અને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષ દરમિયાન થનાર અંદાજિત આવક રૂપિયા ૧૨૦ કરોડ ૫૯ લાખ ૭૬ હજાર મળી. સને ૨૦૨૪-૨૫ ના વર્ષ દરમ્યાન થનાર અંદાજિત આવક કુલ રૂપિયા ૧૭૬ કરોડ ૧૧ લાખ ૬૩ હજાર દર્શાવતું સામે વર્ષ ૨૦૨૪ -૨૫ દરમ્યાન વિકાસના કામો પાછળ થનાર અંદાજિત ખર્ચ રૂપિયા ૧૦૬ કરોડ ૨૩ લાખ ૫૦ હજાર અને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ના રોજની અંદાજિત બંધ સિલક રૂપિયા ૬૯ કરોડ ૮૮ લાખ ૧૩ હજાર ૨૪૭ રૂપિયા દર્શાવવામાં આવી હતી વધુમાં મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ નું અંદાજે રૂપિયા ૫ કરોડ ૪૫ લાખનું લેબર બજેટ પણ મંજુર કરવામાં આવ્યું હતું. સભા ઍકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામી હતી અને સભાનું સંચાલન તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્તસિંહ પઢીયાર દ્વારા કરવામાં આવ્યું હતું.