Vishesh News »

વલસાડ-ડાંગ બેઠક માટે ભાજપ કોના પર કળશ ઢોળશે ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ ઃ ગુજરાત પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠક દિલ્હીમાં તમામ ૨૬ ઍ ૨૬ બેઠકો માટેના ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી જેમાં વલસાડ-ડાંગ બેઠકના ત્રણ ઉમેદવારોની પેનલના નામો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી જેમાં હાલના પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, ધરમપુરના મહેન્દ્રભાઈ ચૌધરી અને ગણેશભાઈ બિરારીના નામ અંગે ચર્ચા કરાઈ હતી. પ્રા વિગત મુજબ આજે દિલ્હીમાં ગુજરાત ભાજપની કોરકમિટી ગ્રુપની બેઠક થઈ હતી. જેમાં ગુજરાત રાજ્યની તમામ ૨૬ બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ બેઠકમાં વલસાડ ડાંગના સાંસદની બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ત્રણ નામો પ્રદેશમાંથી દિલ્હી પાર્લામેન્ટી બોર્ડમાં મોકલાવ્યા હતાં. જેમાં હાલના ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને માજી ધારાસભ્ય ઉષાબેન ગીરીશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી અને માજી સાંસદ મણીભાઈ ચૌધરીના પુત્ર મહેન્દ્રભાઈ ચૌધરી તેમજ વલસાડ ડાંગ બેઠકના સહસંયોજક તેમજ ભાજપના અગ્રણી કાર્યકર્તા ગણેશભાઈ બીરારીના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલ, માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા તથા પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકર સહિતના ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જોકે લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં જાહેર થાય તે પહેલા તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર પહેલા લિસ્ટમાં ગુજરાતની બેઠકો જાહેર કરાશે જેને લઇ આ બેઠક મળી હોવાનું જાણવા મળ્યું હતું