Vishesh News »

વાડમાં લેન્ડગ્રેબિંગની ૬ સામે ફરિયાદથી ફફડાટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૨૮ ઃ ખેરગામ તાલુકાના વાડ ગામે ઍક આહીર સમાજના ખેડૂત ની જમીન ઉપર છ જેટલા ઇસમોઍ કબજો કરી લઈ જમીન ખાલી ન કરતા તેમજ જમીન માલિક ઉપર ખોટા કેસો કરી પરેશાન કરતા આખરે જમીન માલિકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરતા છ જેટલા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ તાલુકાના વાડ ગામે આવેલી સર્વે નંબર ૬૨૭ વાળી ખેતીની જમીન જે બાબુભાઈ કે. આહીર, રહે. ખેરગામનાઍ શાંતીબેન કાંતિભાઈ, રહે. તીઘરા, તા. જી. વલસાડ પાસેથી વેચાણ દસ્તાવેજથી તા. ૨૧.૧૨.૨૦૧૫ ના રોજ ખરીદી હતી. ત્યારબાદ કેટલાક મહિના અગાઉ આ જમીન પર ખેતી કરવા જતા વાડ ગામે રહેતા ઈશ્વરભાઈ બાબરભાઈ પટેલ, રતિલાલભાઈ બાબરભાઈ પટેલ, રમેશભાઈ મગનભાઈ પટેલ, વિજયભાઈ રમેશભાઈ પટેલ, ધર્મેશભાઈ રતિલાલભાઈ પટેલ, અને સંજયભાઈ ઇશ્વરભાઇ પટેલ, તમામ રહે.વાડ, ભવાની ફળિયા, તા.ખેરગામના ઍ ત્યાં આવી જમીનના દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા. બાબુભાઈઍ પુરાવા આપતા આરોપીઓઍ તમે અમને પૂછ્યા વગર અમારા ગામમાં જગ્યા કેવી રીતે લઈ શકો ઍમ કહ્નાં હતું. ત્યારબાદ બાબુભાઈને આરોપીઓને આ જમીન તમેજ લઈ લો ઍમ કહેતા તેઓઍ અમારી પાસે જમીન ખરીદવાના પૈસા નથી અને કબજો પણ તમને નહીં આપીશું તમે થાય તે કરી લો ઍમ કહ્નાં હતું. ત્યારબાદ બાબુભાઈઍ નવસારી ખાતે લેન્ડ ગ્રેબિંગનો કેસ મુકતા આખરે ખેરગામ પોલીસ મથકે છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાતા ખોટી રીતે કબજો જમાવી બેઠેલા વાડ ગામના શખ્સોમાં ભાગદોડ મચી જવા પામી છે જે અંગેની વધુ તપાસ નવસારી નાયબ જિલ્લા પોલીસવડા વી.ઍન. પટેલ કરી રહ્ના છે.