Vishesh News »

બલીઠાથી દેશી પિસ્તોલ સાથે ઍક ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ ઃ વાપી ટાઉન ના બલીઠા વલસાડી જકાતનાકા પાસેથી બાતમીના આધારે ઍલસીબી પોલીસે દેશી તમંચા સાથે ઍક ઈસમને ઝડપી પાડી વાપી ટાઉન પોલીસ મથકમા ગુનો નોંધી આરોપી પોલીસ ને સોપાયો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા ઍસઅોજી પોલીસ વિભાગના પીઆઈ ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ ઍસઅોસી પોલીસની ટીમ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતાં. તે દરમિયાન હ્નામનરાઈઝ અને ખાનગી બાતમીદારોના બાતમીના આધારે વાપી બલીઠા વલસાડી જકાતનાકા પાસે આવેલ હાઇવે ઓવરબ્રિજ નીચેથી શંકાસ્પદ આરોપી વિશાલ ઉફે ગજુ પાટીલ ઉંમર વર્ષ ૨૨ રહે. હાલ. છરવાડા પ્રમુખ હિલ બિલ્ડિંગની પાછળ આવેલ બાબુભાઈને ચાલમાં મૂળ રહે દાહણુ મહારાજની પાસેથી ઍક દેશી બનાવટની લાયસન્સ વગરની પિસ્તોલ તેમજ જીવતા કાર્ટૂસ મળી આવતા તેની અટકાયત કરી વાપી ટાઉન પોલીસ મથકમાં સોપાયો હતો આ અંગે પોલીસે વધુ તપાસ કરતા ઝડપાયેલો આરોપી વિશાલ પાટીલ અગાઉ ચેન સ્નેચિંગના ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.