Vishesh News »

કરમબેલા પાસે રીક્ષામાં આગ લાગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૮ ઃ ભિલાડ હાઇવે ઉપર આવેલ કરમબેલા ગામ પાસે પસાર થતી ઍક રિક્ષામાં આચનક ધુમાડો નીકળવા લાગતા રીક્ષા ચાલકે રીક્ષા રોડની સાઈડઉપર મૂકી રીક્ષા ચાલક સુરક્ષિત રીતે રિક્ષામાંથી ઉતરી ગયો હતો. ઘટનાઅંગે નજીકમાં ફરજ બજાવતા ય્વ્બ્ અધિકારીની જાગૃતિને લઈને આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઈટરની ટીમને આગ ઉપર કાબુ મેળવવા સૂચના આપતા આરતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રિક્ષામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ હાઇવે ઉપર કરમબેલા ગામ પાસે ફણ્ ૪૮ ઉપર પસાર થતી રિક્ષા નંબર ઞ્થ્-૧૫-વ્વ્-૩૮૫૪નો ચાલક રીક્ષા વાપી ખાતેથી લઈ ભિલાડ તરફ જઈ રહ્ના હતો. જે દરમિયાન કરમબેલા નેશનલ હાઇવે ઉપર ય્વ્બ્ કેમ્પ નજીક ઍક રિક્ષામાંથી ધુમાડો નીકળતા રીક્ષા ચાલક રીક્ષા રસ્તાની બાજુમાં મૂકી રિક્ષામાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયો હતો. ઘટના અંગે આરટીઓ અધિકારીને જાણ થતાં ય્વ્બ્ ર્પાસિંગ માટે આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર બ્રાઉઝર ની મદદ લઈ આગ ને કાબુમાં લીધી હતી.