Vishesh News »

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભિલાડ દ્વારા સફાઈ કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૮, સંત નિરંકારી ચેરિટેબલ ફોઉન્ડેશન ભિલાડ તલવાડા દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જલંસ્વચ્છ મન પરિયોજના બીજા ચરણનું આયોજન નિરંકારી સતગુરુ માતા સુદીક્ષાજી ના પ્રેરક માર્ગદર્શનમાં ૨૫ ફેબ્રુઆરી રવિવારે યોજાયો, આ પ્રોજેક્ટ બાબા હરદેવ સિંહજી મહારાજના પ્રેરણાત્મક શિક્ષાઓને અનુસરણ કરતા સંતનિરંકારી મિશન ભીલાડ બ્રાંચ દ્વારા પ્રોજેક્ટ અમૃતની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં ઉંમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયત સભ્ય દિપકભાઈ મિસ્ત્રી, ભીલાડ ગ્રામ પંચાયતના માજી સભ્ય કપિલભાઈ જાદવ, રાજેશભાઈ, સામાજિક કાર્યકર્તા પિયુશભાઈ શાહ, હિતેશભાઈ પુનમિયા, ગૌતમભાઈ કિતાવત, રિટાયડ આર્મીમેન ઉત્તમભાઈ અને ભીલાડ બ્રાંચના મુખી લાહનુંભાઈ તેમજ ભિલાડ બ્રાંચના સેવાદલ સદસ્યો ઉપસ્થિત હતા, આ પ્રોજેક્ટ સવારે ૮ઃ૦૦ વાગ્યે શરુવાત થયો હતો, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ્ય જળ સંસ્થાઓ સંરક્ષણ તેમને સ્વછતા અને સ્થાનિક લોકોમાં જાગૃતતા અભિયાનના માધ્યમથી ભીલાડ બ્રાંચમાં ૫ જગ્યાઍ આ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો, નિરંકારી મિશનનું સ્લોગન પ્રદુષણ અંદર હોય કે બહાર બંને હાનીકારક છે.