Vishesh News »

વાંકલમાં નદી કિનારે વિશ્રામગૃહ અને સ્મશાનભૂમિને ખુલ્લી મુકાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૮, વલસાડ તાલુકાના વાંકલ ગામે આવેલી વણઝાર નદી કિનારે વિશ્રામ ગૃહનું બાંધકામ અને કમલાબા કૈલાશધામ સ્મશાન ભૂમિને ગ્રામજનોઍ ખુલ્લી મુકતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ તાલુકાના વાંકલ ગામની હદમાંથી પસાર થતી વણઝાર નદીના કાંઠે ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા કમલાબા કૈલાશધામ સ્મશાન ભૂમિનું બાંધકામ સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવેલ છે. આ કૈલાશધામમાં ખાસ કરીને ગામના સરપંચ તેમજ મુખ્ય દાતા શ્રી જલારામ સો મીલના માલિક વિનોદભાઈ ભીખુભાઈ પટેલ દ્વારા તેમના પિતાના સ્મરણા થી વિશ્રામ ગૃહનું બાંધકામ કરવામાં આવેલ છે. તેમજ સ્મશાન ભૂમિની જમીન કમલાબાના સ્મરણાર્થે રમેશ સિંહ ગોમાનસિંહ પઢીયાર ઍ દાનમાં આપેલ છે. આ બંને દાતાઓ તેમજ ગ્રામજનોના નાના-મોટા સરકારથી સ્મશાન ભૂમિ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ભગવાન ભોલેનાથની સંપૂર્ણ પૂજા વિધિ સાથે સ્મશાન ભૂમિને ખુલ્લી મુકવામાં આવી છે. જે બદલ ગામના દાતાઓ અને ગ્રામજનોનો આભાર માન્યો હતો.