Vishesh News »

દાનહમાં આંગણવાડી કાર્યકરોનું આશા સંમેલન યોજાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૮ , દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા ડો. ઍ.પી.જે અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ડોકમરડી સેલવાસ ખાતે આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયકો અને આશા કાર્યકરો સાથે ઍક કોન્ફરન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયકો અને આશા કાર્યકરો સાથે તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓ અને બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓના આરોગ્યની ખાતરી કરવા માટે પાયાના સ્તરે તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વાર્તાલાપ કર્યો. આ ઉપરાંત બાળકોને નૈતિક શિક્ષણ માટે પંચતંત્રના પુસ્તકો પૂરા પાડવા, આંગણવાડીના તમામ બાળકોને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખોરાક પીરસવામાં આવે તે સુનિડ્ઢિત કરવા, રસોઈની તાલીમ, આંગણવાડી કાર્યકરો વચ્ચે નિયમિત સ્પર્ધાઓનું આયોજન કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત રમતો આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો અને બાળકોમાં કૌશલ્ય વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવા નિર્દેશ આપ્યો હતો. આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયકો અને આશા વર્કરોની કામગીરીને ધ્યાનમાં રાખીને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસકે હાલના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી ઍટલે કે આંગણવાડી કાર્યકરોને ૧૦૦૦થી ૪૦૦૦ સુધીનો હશે. તેમજ પ્રશાસકે બે ગણવેશ સાડીના રૂપમાં અને દર વર્ષે બે સાડી યુનિફોર્મ તરીકે આપવાની જાહેરાત કરી હતી અને માતા યશોદા ઍવોર્ડની જાહેરાત કરી હતી.