Vishesh News »

સેલવાસની પોલીસ ટ્રેનિંગ સ્કુલમાં નવા ફોજદારી કાયદા અંગે કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૮ , પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પોલીસ વિભાગ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કેન્દ્રશાસિત પ્રદેશના વકીલો માટે નવા ફોજદારી કાયદાઓ પર ઍક દિવસીય સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રેક્ટિસ કરતા લગભગ ૬૦ વકીલોઍ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંઘપ્રદેશ પ્રશાસન ના કાયદા સચિવ જયંત પંચાલ, દાનહ બાર ઍસોસિઍશનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજભાઈ અને જિલ્લા સરકારી વકીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્ના હતાં. કાયદાના પ્રોફેસર પ્રો. (ડૉ.) અંજની સિંહ તોમર, કાયદાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સાયરા ગોરી અને કાયદાના આસિસ્ટન્ટ પ્રોફેસર રાજ કિરણ ત્રિપાઠીઍ અનુક્રમે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે ચર્ચા કરી. પ્રો. (ડૉ.) અંજની સિંહ તોમર અને ડૉ. સાયરા ગોરી ખાસ કાર્યક્રમ માટે ઞ્ફન્શ્ ગાંધીનગરથી આવ્યા હતા. કાર્યક્રમમાં સહભાગીઓને ઞ્ફન્શ્ દ્વારા સંકલિત નવા ફોજદારી કાયદાઓ ધરાવતી હેન્ડબુક પણ આપવામાં આવી હતી. બધા સહભાગીઓઍ આ પહેલની પ્રશંસા કરી. દાનહ બાર ઍસોસિઍશનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજભાઈઍ કાર્યક્રમના આયોજન માટે સંઘ પ્રદેશ પોલીસ વિભાગ અને ઞ્ફન્શ્ નો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં આવા જ્ઞાન-આદાન-પ્રદાન સત્રો માટે ઞ્ફન્શ્ સાથે સહયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે અંગ્રેજ શાશન કાળ ના સદીઓ પુરાણા કાયદાઓનું સ્થાન લેનારા આ ત્રણ નવા કાયદાઓ આગામી પહેલી જુલાઈથી અમલમાં આવી રહ્ના છે.