Vishesh News »

સેલવાસના દોડવીરોઍ લોનાવલાની ટાટા અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લીધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૮, લોનાવાલા ખાતે આયોજિત ટાટા અલ્ટ્રા મેરેથોનમાં સેલવાસ રનર્સ ગ્રૂપના ઍક મહિલા સહિત ૮ દોડવીરો ઍ ભાગ લીધો હતો અને બધાઍ તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ દોડવીરોમાં (ડાબેથી) રણજીત મહતોઍ ૭ઃ૫૯, રાજેશ પટેલ ૬ઃ૫૨, સચિન પટેલ ૫ૅં૪૪, ડેની નુન્સે ૫ઃ૧૦, નિલેશ ભોર ૬ઃ૨૩, ભાવિક ચૌહાણ ૭ઃ૧૫ અને સુરેશ પટેલે ૬ઃ૧૦ કલાકમાં દોડ પૂર્ણ કરી હતી. આ અલ્ટ્રા મેરેથોન ઍથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત છે અને કોર્સ ખ્ત્પ્લ્ દ્વારા પ્રમાણિત છે. ટાટા અલ્ટ્રા મેરેથોનમાં ૫૦ કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે. આ અલ્ટ્રા રન સવારે ૧.૩૦ કલાકે શરૂ થાય છે અને લોનાવલામાં સહ્નાદ્રી પર્વતમાળાના ઢોળાવ પર આશરે ૮૦૦ મીટરની ઉંચાઈ પર આયોજિત કરવામાં આવે છે, જે દરેક દોડવીરને તેમના સ્ટેમિના સ્તરને સંપૂર્ણ રીતે ચકાસવાની અને માનસિક અવરોધોને તોડવાની તક આપે છે. સેલવાસ માટે ગર્વની વાત છે કે આ ૮ દોડવીરોઍ આ મેરેથોનમાં ભાગ લીધો હતો અને આવી મુશ્કેલ દોડ સફળતાપૂર્વક પૂરી કરીને અલ્ટ્રા રનરનું બિરુદ હાંસલ કર્યું હતું.