Vishesh News »

તીઘરામાં કંપની સામે ગ્રામજનોનો વિરોધ ઃ ચૂંટણી બહિષ્કારની ચીમકી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૭ ઃ પારડીના તીઘરાગામે નવી બની રહેલી લાઠીયા રોલર ઍલઍલપી કંપની સામે ગ્રામજનોઍ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટર, જીપીસીપીને આવેદનપત્ર આપી ગામમાં કંપની શરૂ કરવા માટે પરવાનગી નહીં આપવા માટેની માંગ કરી છે. પ્રા વિગત મુજબ પારડી તાલુકાના તીઘરાગામે ખેતીની અને જેમાં આંબાની કલમો આવેલ છે તે લાઠીયા રોલર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકો દ્વારા ખરીદી કરી જેવો ખેડૂત પણ નથી તેમ છતાં અહીં હાલમાં આંબાની કલમો કાપી લાઠીયા રોલર ઍલઍલપી નામની કંપની શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે આ કંપની ખૂબ જ ભયંકર પ્રદૂષણ ફેલાવે તેવું ઉત્પાદન કરશેનો ભય સ્થાનિક લોકોમાં રહેલો છે. જેના કારણે લોકોના આરોગ્યને હાની તેમજ કંપની વાળી જમીનની બાજુમાં રહેતા સ્થાનિક આદિવાસીઓના આરોગ્યને ભારે નુકસાન થશે જેવો ભય અને ખેતી માટે ખૂબ જ હાનિકારક બની રહેશે. જે અંગે તા. ૨૫-૨-૨૦૨૪ ને રવિવારના રોજ મોટી સંખ્યામાં ગામલોકો ભેગા થઈ કંપની વિરુદ્ધ પ્રદર્શન કરી અહીં કંપની નહીં સ્થાપવા અંગે અંગે વલસાડ જિલ્લા કલેકટર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાપી કચેરીને લેખિતમાં નીલકુમાર રાજેશભાઇ ઉપાધ્યાય તેમજ હેમંતભાઈ દેસાઈ દ્વારા અરજી કરી તીઘરાગામે લાઠીયા રોલર કંપની અહીં શરૂ થશે. તો ભારે પ્રદૂષણ થવાની શક્યતા તેમજ આ પદૂષણને કારણે સ્થાનિક લોકોના આરોગ્યને નુકસાન થાય તેમજ ખેતીનો પાક પણ કાયમી નિષ્ફળ જશે અને ગામના ખેડૂતો બેહાલ બનશે તેવા ભાઈને કારણે આ કંપની વિરુદ્ધ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્ના છે.