Vishesh News »

દાનહ બેઠક પર કલાબેન માટે ભાજપમાં જાડાવાનો રસ્તો સાફ થઈ ગયો?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૭ ઃ ૨૬ ફેબ્રુઆરીઍ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતે સાંસદ કલાબેન ડેલકર માટે ભાજપમાં જોડાવાનો માર્ગ સાફ કરી દીધો છે. કલાબેન ડેલકર ભાજપમાં જોડાવા માટે શિયાળુ સંસદ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને વ્યક્તિગત રીતે મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરવાની ખાતરી આપી છે. તે પછી સાંસદે ઉધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથથી પોતાને દૂર કર્યા. દાનહ પેટાચૂંટણીમાં કલાબેન ડેલકરે શિવસેનાના સિમ્બોલ પર જીત મેળવી હતી. દાદરા નગર હવેલી લોકસભા સીટ પર ડેલકર પરિવારનું વર્ચસ્વ છે. જો રાજકારણીઓની વાત માનીઍ તો કલાબેન ડેલકર આ લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. પોતાની મુલાકાત દરમિયાન અમિત શાહે કહ્નાં કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ભાજપને ૪૦૦થી વધુ સીટો જીતવી પડશે. આ જોતા ભાજપમાંથી કલાબેન ડેલકરને ટિકિટ મળે તે લગભગ નિડ્ઢિત માનવામાં આવે છે. આદિવાસીઓમાં ડેલકર પરિવારના મજબૂત પ્રભાવને કારણે ભાજપ પાસે તેમની સાથે સ્પર્ધા કરવા માટે અન્ય કોઈ મજબૂત ઉમેદવાર નથી.