Vishesh News »

રેîટલાવમાં વૃદ્ધાની ચેઈન ખેîચાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૭ ઃ પારડીતાલુકાના રેટલાવ ગામમાં આજરોજ ઍક અજાણ્યા વ્યક્તિઍ બરઈગામની વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ ગયો હતો. બાદમાં પારડી પોલીસે આ બાબતની તપાસના ધરી હતી. ભરાઈ ગામમાં રહેતા વેણીબેન માયાવંશી ઉ.વ. ૭૦ આજરોજ રેટલાવ ગામમાં કામ અર્થે આવ્યા હતા જ્યાં અજાણ્યા વ્યક્તિ અચાનક આવીને વેણીબેનની રૂ. ૪૦ હજારની સોનાની ચેન ખેંચીને પલાયન થઈ ગયો હતો. આ અંગેની જાણકારી પારડી પોલીસને થતા પારડી પોલીસ મથકના પીઆઇ ગઢવી સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ ધરી હતી. રેટલાવગામના ઉપસરપંચ અહેમદભાઈ ખોજા અને અગ્રણીઓ પણ પહોંચ્યા હતા અને વૃદ્ધ મહિલાને મદદ કરી હતી આ બાબતની પારડી પોલીસે તપાસ હાથ ધરી છે અને ચોર અંગેની જાણકારી પ્રા કરવા ગતિવિધિ શરૂ કરી છે.