Vishesh News »

વલસાડ આરટીઓનું ઍજન્ટોને ગેટ બહાર જ રહેવાનું ફરમાન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ આરટીઓ અત્યારે આરટીઅોમાં ઍજન્ટ પ્રથા બંધ હોવા છતાં કચેરીની કેબીનો અને ઇન્સ્પેકટરોના રૂમમાં ઍજન્ટો મોટા પ્રમાણમાં જોવા મળતા આજરોજથી આરટીઓ અધિકારીઍ તમામ ઍજન્ટોને ગેટની બહાર ઉભા રહેવાનું ફરમાન કરતા ઍજન્ટોમાં ફાફડાટ ફેલાઈ ગયો છે. જોકે કામ વગર આવનારા લોકોને પણ અંદર પ્રવેશવા ન દેવાની સિક્યુરિટીને પણ કડક સૂચના આપવામાં આવી છે. વલસાડ આરટીઓ કચેરીમાં કાચું લાયસન્સ, પાકું લાયસન્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલર કે અન્ય વાહનો ર્પાસિંગ ટ્રાન્સફર, કરાવવા માટે આવતા હોય છે. તેમજ અન્ય આરટીઓને લાગતા કામો મોટા પ્રમાણમાં થતા હોય છે. આરટીઓ કચેરીમાં કામ લઇ આવનારા અરજદારો લાઇસન્સ કે અન્ય વાહનો માટેની કામગીરીમાં જરૂરી કાગળો ન હોવાથી તેઓના કામો થઈ શકતા નથી. જેના કારણે આ અરજદાર હવે નાછૂટકે આરટીઓ ઍજન્ટોને વધારે પૈસા આપી કામો કરાવવા પડતા હોય છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીમાં ઍજન્ટ પ્રથા બંધ છે તેમ છતાં વલસાડની આરટીઓ કચેરીમાં વર્ષોથી મોટા પ્રમાણમાં આરટીઓ ઍજન્ટો કામો કરતા આવ્યા છે. આરટીઓ ઍજન્ટોના કારણે ઇન્સ્પેક્ટરો અધિકારીઓ જલસા પડી જતા હોય છે. ત્યારે લાંબા સમય બાદ વલસાડ આરટીઓ કચેરીમાં ગેરકાયદેસર રીતે આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટરો ના રૂમોમાં ઍજન્ટો પ્રવેશતા હોય અને પોતાના કામો કરાવતા હોવા અંગેની ફરિયાદ મળતા વલસાડ આરટીઓ ઇન્ચાર્જ અધિકારી ગજેરાઍ આજરોજ વલસાડ આરટીઓ કચેરીમાં આવતા તમામ ઍજન્ટોને ગેટની બહાર ઉભા રહેવાનું ફરમાન કરતા આરટીઓ ઍજન્ટોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે આરટીઓ કચેરીમાં કામ વગર આવનારા લોકોને પણ અંદર પ્રવેશવા ન દેવા માટેની સિક્યુરિટી ને કડક સૂચના આપવામાં આવી છે.