Vishesh News »

મગોદના આરોપીને ૨૦ વર્ષની સજા, રૂ. ૩ લાખનો દંડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૭ ઃ ત્રણ વર્ષ અગાઉ ૧૬ વર્ષની સગીરાને લગ્નને લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર મગોદગામના આરોપીને વલસાડની સ્પેશિયલ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૩ લાખનો દંડ ફટકાર્યો. જો દંડ નહિ ભરે તો વધુ બે વર્ષની સાદી કેદનો હુકમ તેમજ ભોગ બનનારને રૂ. ૬ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. વલસાડ નજીકના ઍક ગામમાં રાધા (નામ બદલેલ છે) નામની ૧૬ વર્ષીય સગીરા રહે છે. આ સગીરાના પિતાનું અવસાન થયું હતું તો તેની માતા વલસાડમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા ઘરકામ કરવા જતા નજીકમાં આવેલા મગોદગામે રહેતો મયુરભાઇ મહેશભાઇ નાયકા નામનો યુવાન રાધાના ઘરે મળવા માટે અવાર નવાર જતો હતો. રાધાને મયુરે લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. રાધાને પેટમાં દુઃખાવો પડતા માતાઍ બોરસાલી સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતા ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા ચોકી ઉઠી હતી. દીકરી રાધાને પૂછતા તેણે જણાવ્યું કે મયુર મહેશ નાયકા રહે. મગોદ મંદિર બંધાણી ફળિયા તા જી. વલસાડની સાથે છેલ્લા ઍક વર્ષથી પ્રેમ સંબંધ બંધાયેલો હતો અને અવારનવાર ફોન થી વાતો પણ કરતો હતો. માતા ઘર કામ કરવા જતી વખતે મયુર ઘરે મળવા આવતો અને લગ્નની લાલચ આપી શરીર સંબંધ પણ બનતો હતો. વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી મયુર નાયકાની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ વલસાડની પોકસો ઍકટ હેઠળના સ્પેશિયલ કેસમાં ૧૬ વર્ષીય તરુણીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબધ બાધી ગર્ભવતી બનાવનાર આરોપી મયુર મહેશભાઈ હળપતિને ડીજીપી અનિલ ત્રિપાઠી અને ઍજીપી નવીન પ્રજાપતિની દલીલો ગ્રાહ્ના રાખી વલસાડ પોકસો ઍક્ટ હેઠળના સ્પેશિયલ જજ તરુણ વી. આહુજાઍ આરોપી મયુર મહેશ નાયકા રહે મગોદને આઇપીસીની કલમ. ૩૭૬ના ગુનામાં દોષિત જાહેર કરી પોક્સો ઍક્ટના ગુનામાં દોષિત જાહેર કરી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૩ લાખનો દંડ જો દંડ નહિ ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ તથા ભોગબનનારને રૂપિયા છ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો અને આરોપી જો દંડની રકમ ભરે તો તે દંડની રકમ પણ ભોગ બનનારને ચૂકવવાનો હુકમ કર્યો અને આરોપીને પોક્સોનાં ગુનામાં સજા ફરમાવેલ આઇપીસી હેઠળ અલગ સજા કરવામાં આવેલ નથી. તેમજ તમામ સજાઓ આરોપીઍ ઍકસાથે ભોગવવાનો પણ હુકમ પણ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.