Vishesh News »

નારગોલના દરિયા કિનારાઍ સ્પેનના સહેલાણીને પણ આકર્ષ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૭ ઃ સ્પેન દેશથી દુનિયાના પ્રવાસે નીકળેલા પ્રવાસીઓ નારગોલ ગામના મહેમાન બન્યા છે. નારગોલ ગામ સુંદર દરિયાકિનારો તેમજ આધ્યાત્મિક કેન્દ્રો જેવા અનેક કારણે વિશ્વ ફલક ઉપર પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. વર્ષ દરમિયાન વિશ્વના અનેક દેશોથી વિદેશી પ્રવાસીઓ નારગોલ ગામની મુલાકાત લેતા હોય છે. નારગોલ બીચનો થઈ રહેલો વિકાસના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પુષ્કળ વધારો થયો છે. હરિયાણા વન અને ખેતરો તેમજ પારસીઓની ઐતિહાસિક ભૂમિ ધરાવતા નારગોલ ગામની અંદર પ્રવાસન વિકાસ તીવ્રતાથી આગળ વધી રહ્ના છે. છેલ્લા બે દિવસથી નારગોલ ગામની અંદર સ્પેન દેશથી બે જેટલી વેનીટી વાન ટ્રકમાં ત્રણ જેટલા સ્પેન દેશના વિદેશી પ્રવાસીઓ મહેમાન બન્યા છે. છેલ્લા ઍક વર્ષથી સ્પેન દેશથી વિશ્વ બ્રમણ કરવા નીકળેલા આ પ્રવાસીઓ અનેક દેશો થઈ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈ અમૃતસર બોર્ડરથી ઍક મહિના પહેલા ભારતમાં આગમન કરી રાજસ્થાન થઈ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના નારગોલ ગામે આવી નારગોલ મહેમાન બન્યા છે. આ વિદેશી પ્રવાસીઓઍ પોતાની કેરવેન નારગોલ બીચ ખાતે પાર્ક કરી છે. અતિથિ દેવો ભવનો ભાવ પ્રગટ કરી સ્થાનિક લોકોઍ તેમજ ગામના સરપંચે તેમનું સ્વાગત કર્યું હતું. પધારેલા પ્રવાસીઓ પૈકી દંપતી બ્રુશ અને મેરગી જેઓ સાથે થયેલ વાતચીત મુજબ બ્રુશ ઍક મેકીનીકલ ઍન્જીનિયત છે જેઓઍ પોતાની મહેનતથી ટ્રક ઉપર વેનીટી કેરવેન બનાવી છે જેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. માત્ર દુનિયાને નજીકથી જોવા માટે લીધેલ સંકલ્પ બાદ તેઓઍ દુનિયા ભ્રમણ કરવાની શરૂઆત ઍક વર્ષ પહેલાં કરી હતી જેઓ ઍક મહિનાથી ભારતમાં છે હજી બે મહિના ભારતમાં ફર્યા બાદ તેઓ અન્ય દેશો તરફ પ્રવેશ કરશે. નારગોલ ગામ માટે તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસ શરૂ કરતા પહેલા તેમણે નક્કી કરેલા સ્થળોમાં નારગોલ ગામ નકકી કરાયું હતું. નારગોલ ગામમાં આવ્યા પછી નારગોલ ગામનો સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો ખૂબ પસંદ પડ્યો છે. સ્થાનિક માછીમારો ખેડૂતોને મળીને ખૂબ આનંદ થયો હોવાની વાત પણ તેમને જણાવી હતી.