Vishesh News »

વાપીના સ્પંદનમાં ડો. રઈશ મણીયારે હાસ્ય અન સાહિત્યના રંગોની છોળો ઉડાડી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૭ ઃ સ્પંદન, વાપી દ્વારા ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના કવિ, નાટ્યકાર અને હાસ્ય કલાકાર તેમજ વ્યવસાયે તબીબ ઍવા ડો. રઇશ મનિયારના વ્યક્તવ્યનું આયોજન ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઉપાસના હોલ વાપી ખાતે કરવામાં આવ્યું હતું. ડો. મનીઆરે ૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યા છે તેમ જ તેમના દ્વારા રચાયેલી કૃતિઅો કવિતા ફિલ્મોમાં પણ પ્રચલિત છે. પોતાની આગવી અદામાં તેમણે સાહિત્યના વિવિધ સ્વરૂપો જેમ કે નાટ્ય ગઝલ વાર્તા કાવ્ય તેમજ ગઝલને આવરી લઈ ગાલીબ - બેફામ વિશે રસાસ્વાદ કરાવી તેમનું સાહિત્ય વિશેનું ઊંડાણ તેમજ વિચક્ષણ વ્યક્તિત્વનો પરિચય આપી વાપીના સાહિત્ય રસિક લોકોને જાણે મંત્રમુગ્ધ કરી દીધા હતાં. સાહિત્ય સાંજના આ સુંદર પ્રસંગે ગૃહ મંત્રી, ભારત સરકાર દ્વારા સન્માનિત વાપીના ઝ઼ક્ક લ્ભ્ બી. ઍન. દવે તેમજ ચિત્રકલા તેમજ સાહિત્ય માં યોગદાન બદલ પ્રખ્યાત સ્ત્રી રોગ નિષ્ણાત ડો. આશા ગાંધીનું સ્પંદનના પ્રેસિડેન્ટ નિકુંજ શુક્લ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ડો. હિતેન ભટ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ જોશી દ્વારા પ્રોજેક્ટ ચેરમેન જીગ્નેશ ભટ્ટના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભારવિધિ ઉપપ્રમુખ ચારુશીલા બેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.