Vishesh News »

ચીખલી પાસે લગન્ના પાર્ટી પ્લોટ અને હોલમાં શંકાસ્પદ ૩ ચિટરોની કળા કામ ન આવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૨૭ ઃ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લગ્નની મોસમ પુરજોસમાં ચાલતી હોય ત્યારે પાર્ટી પ્લોટ અને હોલમાં લગ્ન દરમિયાન કેટલાક શખ્સો રોકડ રકમ અને સોનાના દાગીનાની ચીલ ઝડપ કરી જતા હોવાની અનેક ઘટનાઓ બની રહી છે. દરમિયાન સોમવારે ચીખલી નજીક મજીગામની હદમાં આવેલ બે પાર્ટી પ્લોટમાં ત્રણ જેટલા ચીટરોઍ પોતાનો કસબ અજમાવે ઍ પહેલા કેટલીક મહિલાઓ અને યુવાનોની સજાકતાને કારણે તેમજ પોલીસ પણ ઘટના સ્થળે આવી જતા ચીટરો નાશી છૂટવામાં સફળ રહ્ના હતા. ઘટનાની જાણવા મળેલ વિગતો અનુસાર ચીખલી નજીક મજીગામની હદમાં આવેલ બે અલગ અલગ પાર્ટી પ્લોટમાં ત્રણ જેટલા યુવાનો સજી ધજીને પાર્ટી પ્લોટ માં ફરી રહ્ના હતા તેમજ લગ્નના મંડપ નજીક નજર રાખી રહ્ના હતા. આ ત્રણેય યુવાનોની હિલચાલ શંકાસ્પદ જણાતા લગ્ન પ્રસંગમાં આવેલ કેટલીક મહિલાઓઍ આ યુવાનો ઉપર નજર રાખ્યા બાદ કેટલાક યુવાનોને જાણ કરતા તેમજ ત્રણે ચીલ ઝડપ કરવા આવેલ આ યુવાનોને પણ ગંધ આવી જતા પાર્ટી પ્લોટમાંથી ભાગી જઈને સામે આવેલ બીજા પાર્ટી પ્લોટમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ કેટલાક યુવાનોને જાણ થઈ જતા ઍક યુવાને પોતાની પાસે રાખેલ પક્કડ જેવું હથિયાર મારતા આ યુવાનને ઇજા થવા પામી હતી. જોકે નાસી છૂટવામાં સફળ રહેલ ત્રણે યુવાનો માંથી પક્કડ મારેલ યુવાન વાહન અડફેટે પણ ચઢયો હતો. પરંતુ ભાગી જવામાં સફળ રહ્ના હોય ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસે ત્રણેય યુવાનોની શોધખોળ આરંભી હતી પરંતુ અંધારાનો લાભ લઈને ત્રણે યુવાનો ભાગી ગયા હતા. જોકે ચીલ ઝડપ કરવા આવેલ ત્રણે યુવાનોમાંથી બે યુવાનોના ફોટા કેટલાક લગ્ન પ્રસંગમાં આવેલ યુવાનોઍ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા.