Vishesh News »

સુરતમાં ઈલેકટ્રોનિક મિડીયામાં ફરજ બજાવતા વાપીના પત્રકાર આનંદ પટણીનું નિધન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૭ ઃ સુરતમાં પત્રકાર તરીકે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ નામની ચેનલમાં સેવા આપતા વાપીના આનંદ પટણીનું સોમવારે મોડી સાંજે હાર્ટઍટેક આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત અને વાપી પંથકના પત્રકારો તેમજ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. મૂળ વાપીના પરંતુ છેલ્લા કેટલાક સમયથી આનંદભાઈ પટણી સુરતમાં ઍક ખાનગી ચેનલ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ માં પત્રકાર તરીકે પોતાની સેવા આપી રહ્ના હતા. સોમવાર તા. ૨૬-૨-૨૦૨૪ના રોજ સાંજ સુધી તો આનંદભાઈ ફિલ્ડમાં રહીને કામ કરી રહ્ના હતા અને અચાનક જ તેને છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા સિવિયર હાર્ટ ઍટેક આવ્યો હોવાનું જણાવ્યું અને ફરજ પરના તબીબોઍ અથાગ પ્રયાસ કર્યા પરંતુ આનંદભાઈને બચાવી ન શક્યા. આનંદભાઈ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ન્યુઝ ફર્સ્ટ ચેનલના સુરતના બ્યુરો હેડ અને પત્રકાર હતા તેઓ તેમની પાછળ તેમના પત્ની અને બે દીકરા, માતા, ભાઈ, ભાભી, બહેન બનેવી અને ભત્રીજને વિલાપ કરતા છોડી ગયા હતાં. મોટો દીકરો બી.ટેકનો અભ્યાસ કરે છે અને નાનો દીકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. આનંદભાઈની માત્ર ૪૫ વર્ષની નાની ઉંમરે તેમનું અકાળે અવસાન થતાં આજે વાપી ખાતેથી સવારે ૧૧ઃ૦૦ કલાકે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વાપીના નગરજનો અને પત્રકારો તેમજ સગા સંબંધી અને મિત્રો ઉપસ્થિત રહ્ના હતાં. સદગતની પ્રાર્થના સભા તા. ૨૮-૨-૨૦૨૪ ને બુધવારના રોજ બપોરે ૨ થી ૪ કલાક દરમિયાન વાપી ટાઉન ખાતે આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવી છે.