Vishesh News »

અમલસાડના પાન ભંડારમાં મધ્યરાત્રીઍ આગ ભભૂકી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૨૭ ઃ અમલસાડ સત્યમ સિનેમા સામે સાઈનગર સ્થિત શુકલા પાન ભંડારમાં મંગળવારનાં પ્રારંભે ૧ કલાક અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. દરમિયાન ગણદેવી ફાયર વિભાગ ઍ ઍક કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. અમલસાડ સત્યમ સિનેમા સામે શિવકુમાર ચિંતામણી શુકલા પરીવારની શુકલા પાન ભંડાર નામની નાની દુકાન આવેલી છે. જેમાં ગ્રાહકોને પાન-માવા સાથે ચા ની સુવિધાઓ પુરી પાડવામાં આવતી હતી. દરમિયાન મંગળવાર સાંજે નિત્યક્રમ અનુસાર દુકાન બંધ કરી હતી. જે બાદ મધ્યરાત્રીનાં ઍક કલાકનાં અરસામાં કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જે અંગે ગણદેવી ફાયરને જાણ કરાતા ત્વરિત ઘટનાસ્થળે ધસી ગયા હતા. દરમિયાન મધ્ય રાત્રીઍ ફાયરની સાયરન સાંભળી લોકો દોડી આવ્યા હતા. ગણદેવી ફાયર વિભાગના જતીન પટેલ, યોગેશ હળપતિ, જય પટેલ અને ભાવેશ પટેલ ઍ ઍક કલાકની જહેમત બાદ આગ કાબુમાં કરી હતી. દરમિયાન આગમાં નુકશાનીનો ક્યાસ લગાવવામાં આવી રહ્ના છે.