Vishesh News »

દમણમાં ઍબીવીપી યુથ મેરેથોન યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૨ ઃ ‘વિકસિત ભારત ક્૨૦૪૭’ યુવાનોનો અવાજ’ થીમને ધ્યાનમાં રાખીને, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કેન્દ્રશાસિત પ્રદેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ (૧૨ જાન્યુઆરી ૨૦૨૪) નિમિત્તે દમણ નગરમાં ‘અભાવીપ યુથ મેરેથોન’નું આયોજન કર્યું. સુંદર કિનારે નવનિર્મિત નમો પથ પર વંદે માતરમ, ભારતમાતા કી જય અને વિદ્યાર્થી શક્તિ-રાષ્ટ્ર શક્તિના નારા સાથે સવારે ૭ વાગ્યે શરૂ થયેલી અભાવીપ યુથ મેરેથોનમાં ૫૦૦ થી વધુ યુવાનોઍ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે સામાજિક આગેવાન દીપેશ પટેલ, નવીનભાઈ પટેલ, વિશાલ ટંડેલ, અસ્પી દમણિયા તથા અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્ના હતાં. ‘અભાવીપ યુથ મેરેથોન’નું આયોજન ત્રણ વય જૂથોમાં (૧૮ વર્ષ, ૧૮-૨૫ વર્ષ અને ૨૫ વર્ષથી વધુ) અનુક્રમે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે કરવામાં આવ્યું હતું. પુરૂષ અને મહિલા ત્રણેય કેટેગરીના વિજેતાઓને મહેમાનોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળ વિશ્વ પટેલને વિશેષ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.