Vishesh News »

વલસાડ-ડાંગ બેઠક માટે ભાજપમાં ડઝનબંધ દાવેદાર સામે આવ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૭ ઃ આગામી લોકસભાની ચૂંટણીમાં વલસાડ-ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર નક્કી કરવા માટે પ્રદેશ નિરીક્ષકોઍ વલસાડ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ લેવાયા જેમાં વર્તમાન સાંસદ ડો. કે.ે સી. પટેલ સહિત નવા ૧૧ જેટલા દાવેદારોઍ પોતાની દાવેદારી અંગે રજૂઆત કરી હતી. આગામી લોકસભાની ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી અંગે ગુજરાતની તમામ બેઠકો ફરીથી ભાજપે કબજે કરવા માટે તમામ બેઠકો ઉપર પ્રજાને અનુરૂપ ઉમેદવાર નક્કી કરવા માટે પ્રદેશ ભાજપથી નક્કી કરવામાં આવેલા લોકસભા બેઠકના ત્રણ પ્રદેશ નિરીક્ષકો દીપીકાબેન લલિતભાઈ વકેરીયા અને ઈશાન સોનીની હાજરીમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા વલસાડ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્તમાન સાંસદ ડો. કે. સી. પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ભાજપ સંગઠનના મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ગણેશભાઈ બિરારી, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને માજી ધારાસભ્ય ઉષાબેન પટેલ, ડો. ડી. સી. પટેલ, ડો. લોચન પટેલ, શંકરભાઈ વારલી અને ઉમરગામના પ્રકાશભાઈ પટેલ સહિતનાઓઍ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન વલસાડ જિલ્લા ભાજપ સંગઠન અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ અપેક્ષિત સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.