Vishesh News »

સાયલીમાં ગૃહમંત્રી અમિત શાહે થ્રીડી માટે ૨૩૧૭ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૬ ઃ આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાયલીના સ્ટેડિયમ ખાતે વિકાસ ભારત મોદી ગેરંટી હેઠળ લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું. જેમાં દાદરા નગર હવેલી, દમણ દિવ ત્રણે સંઘ પ્રદેશના રૂ. ૨૩૧૭ કરોડના કામો નું લોકાર્પણ અને શિલાન્યાસ સાથે ૪૯ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ૪ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યા સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વહીવટદાર પ્રફુલ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે બંને સંઘપ્રદેશના સાંસદો અને જનપ્રતિનિધિઓઍ સ્મૃતિચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું. ગૃહમંત્રીઍ દમણમાં રૂ. ૧૪૨ કરોડના ૯ પ્રોજેક્ટ, દીવમાં રૂ. ૩૪૦ કરોડના ૧૦ પ્રોજેક્ટ અને રૂ. ૧૮૪૫ કરોડના ૩૦ પ્રોજેક્ટનું રિમોટ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. તેમાં ૩ નેશનલ હાઈવે અને ૪૮૦ બેડની સિવિલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ સાથે ૭૮ કરોડ રૂપિયાના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ પોલીસ ક્વાર્ટર્સ, કરાડ પોલિટેકનિકનું રિનોવેશન, ઍપીજે કલામ કોલેજ અને ઝંડા ચોક સ્કૂલનું ર્પાકિંગ સામેલ છે. ગૃહમંત્રીઍ પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા ગેસ યોજનાના લાભાર્થીઓને લાભ આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનની શરૂઆત કરતા પહેલા વીર સાવરકરને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ૯૦ના દાયકામાં ભાજપે અયોધ્યામાં રામ મંદિરની વાત કરી હતી, તે પૂરી થઈ ગઈ છે.. રાહુલ બાબા ૧૯૧૪થી ટોણા મારતા હતા કે તેઓ રામ મંદિર બનાવશે પણ તારીખ જણાવશે નહીં. શિલાન્યાસ થયો અને મંદિર પણ બંધાયું હતું. આજે રામ લલ્લા વિશાળ મંદિરમાં બિરાજમાન છે. ગૃહમંત્રીઍ કહ્નાં કે લોકસભાની ચૂંટણી આવવાની છે. બે વિકલ્પ છે, ઍક મોદી દ્વારા આપવામાં આવેલ દેશભક્તિ અને બીજો પરિવારવાદ. આ ભારતીય પક્ષોઍ ૧૨ લાખ કરોડ રૂપિયાના કૌભાંડો કર્યા છે, આજે સોનિયા રાહુલને વડાપ્રધાન બનાવવા માંગે છે, જ્યારે મમતા બેનર્જી તેમના ભત્રીજાને સીઍમ બનાવવાનું કામ કરી રહી છે, ઉદ્ધવ તેમના પુત્રને સીઍમ બનાવવાનું કામ કરી રહ્ના છે. તેમણે કહ્નાં કે રૂ. ૧૦૦ કરોડ લોકો મતદાન કરશે. મોદીજીને સંઘપ્રદેશમાંથી પણ ૪૦૦ સીટો આપવી પડશે. મોદીઍ ૧૦ વર્ષમાં ઘણા વિકાસ કર્યા છે. આખા દેશનું દરેક બાળક જાણે છે કે મોદીની ગેરંટી ઍટલે કામ ૧૦૦્રુ પૂરું કરવાનું વચન. મોદીઍ ૧૧ કરોડ લોકોને શૌચાલય આપવાનું કામ કર્યું. ૪ કરોડ લોકોને ઘર આપ્યા. ૧૩ કરોડ લોકોને ગેસ સિલિન્ડર અને ૭ કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું. રૂ. ૧૪ કરોડના નળનું પાણી પૂરું પાડ્યું હતું. દાનહ દમણ દીવમાં છેલ્લા ૫ વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે, જેના વિશે જણાવવા માટે ૭ દિવસની કથા બેસાડવી પડી. તેમણે કહ્નાં કે અમે રામ મંદિર નિર્માણનું વચન આપ્યું હતું અને આજે અમે તે કર્યું છે. તેમણે રામમંદિર, આર્ટીકલ ૩૭૦, સંસદમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત, ટ્રિપલ તલાકના કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. દાનહ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, આ રાજ્યને કેન્દ્રની યોજનાઓનો લાભ મળી રહ્ના છે. પીઍમ આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ૧૧૪૦૦ મકાનો આપવામાં આવ્યા અને શહેરી વિસ્તારોમાં ૯૯૭૨ પરિવારોને લાભ મળ્યો. પ્રથમ અને બીજા તબક્કામાં ૫૩૦૦ અને ૬૦૦૦ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. સાયલી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્ના હતા. જોકે આ સંમેલનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ કલાબેન ડેલકરની સૂચક હાજરી જોવા મળી હતી. કલાબેને આજે સ્ટેજ પર જઈ ગૃહ મંત્રી અમિત શાહ નું પણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. જે વિશેષ ઉલ્લેખનીય બની રહ્નાં હતું.