Vishesh News »

ઉમરગામ સ્ટેશને વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જનમેદની ઉમટી

ઉમરગામ, તા. ૨૬ ઃ ઉમરગામથી પ્રા માહિતી પ્રમાણે ઉમરગામ રેલવે સ્ટેશને પણ આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા સંયોજક કનુભાઈ સોનપાલ શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ જોશી તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેસીયા, જય માતાજી સેવા સંઘના સ્થાપક ભગવાનભાઈ ભરવાડ તાલુકા સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક, લાયન્સ ક્લબ ઉમરગામ પ્રમુખ અનિલભાઈ જૈન ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન પ્રમુખ જીગ્નેશભાઈ બારી સોળસુંબા સરપંચ કરસનભાઈ ભરવાડ સભ્યો મનીષ રાવલ પ્રકાશ પટેલ ઉમરગામ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જાગૃતિબેન તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓઍ મનોરંજન સાથે સુરક્ષા સંદર્ભ સંદેશો આપ્યો હતો. રેલવે વિભાગ દ્વારા યોજાયેલ વકૃત્વ સ્પર્ધા ડ્રોઈંગ કોમ્પીટીશન વગેરેમાં વિજેતા વિદ્યાર્થીઓને મંચસ્થાને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે શિલ્ડ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. રેલવે વિભાગને લગતા પ્રશ્નો સંદર્ભે હર હંમેશ મદદ પૂરી પાડતા કમલેશભાઈ શાહનું કથાકાર પૂજ્ય ચંદુભાઈ બ્રહ્મ સમાજના આગેવાન પ્રેમભાઈ વ્યાસના હસ્તે સન્માન કરાયું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા રેલવે વિભાગમાં થઈ રહેલ અભૂતપૂર્વ વિકાસ ઉમરગામ વાપી સહિતના રેલ્વે સ્ટેશનની કાયાપલટ ટ્રેનોના સ્ટોપેજ વગેરે બાબતે પ્રસંગિક ઉદબોધનમાં વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. ધારાસભ્યના ઉદબોધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું સ્વાગત કરાયું હતું સાથે જ કાર્યક્રમ સંદર્ભે જાણકારી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા તથા ઉપસ્થિત મહાનુભાવના હસ્તે તક્તિનું અનાવરણ કરાયું હતું. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ ઉમરગામ પોલીસ તથા રેલવે પોલીસના અધિકારીઓ અને જવાનો ખડે પગે જોવા મળ્યા હતા.