Vishesh News »

સરોધીમાં રેતીના પ્લાન્ટના મશીનમાં આવી જતાં મજુરનું મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ નજીકના સરોધી ગામે ચાલતી રેતીના પ્લાન્ટમાં કામ કરતી વખતે મધ્યપ્રદેશનો ૪૮ વર્ષીય મજુર પ્લાન્ટ પર હૂપરના બેલ્ટમાં આવી જતા તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજતા રેતીના પ્લાન્ટમાં કામ કરનારા મધ્યપ્રદેશના અન્ય મજૂરોમાં ચકચારમાંથી જવા પામી છે. મહારાષ્ટ્રમાં રેતી ઉપર પ્રતિબંધ હોવાથી મહારાષ્ટ્રમાં રેતીની માંગણીઓ દિવસે દિવસે વધી રહી છે જે રેતીનો સપ્લાય કરવા માટે કેટલાક રેતીના સપ્લાયરો દ્વારા વલસાડ જિલ્લામાં હાઇવેની આજુબાજુ ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે રેતીના પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ સી.આર ઝેડને કારણે નદી- દરિયામાંથી રેતી કાઢવાની પરમિશન કે પરમિટ લીઝ ખાણ ખનીજ વિભાગ દ્વારા આપવામાં આવતી નથી. તેમ છતાં વલસાડના હાઇવે પર આવેલા ગુંદલાવ, નંદાવલા, સરોણ, સરોધી, કુંડી, ડુંગરી, સોનવાડા સહિત અન્ય હાઇવેના બંને તરફ છેલ્લા કેટલાક વર્ષોથી રેતીના પ્લાન્ટો મોટા મોટા નાખવામાં આવ્યા છે અને રેતી બીલીમોરાના ધોલાઈ આ રેતી મોટા પ્રમાણમાં વલસાડ જિલ્લામાં લાવવામાં આવે છે. આ દરિયાની રેતી સાથે વાઈટ રેતી મિક્સ કર્યા બાદ પ્લાસ્ટિકની બોરીમાં પેકિંગ કરી કન્ટેનરમાં મહારાષ્ટ્ર મોકલવામાં આવે છે. જે રેતીનો ભાવ પણ વધુ મળતો હોવાથી વલસાડ પંથકમાં સવારે તેના પ્લાન્ટો ગેરકાયદેસર રીતે જોવા મળતા હોય છે. વલસાડના સરોધી હાઇવે પર આવેલ રેતીનો પ્લાન્ટ માનવી ઍન્ટરપ્રાઇઝ નામનો ઍજન્સી વિકાસ સિંગ અને અંકિત સિંહ દ્વારા ચલાવવામાં આવે છે. આ રેતીના પ્લાન પર કામ કરવા માટે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર સહિત વિસ્તારના મજૂરો પણ નાખી ત્યાં જ રહી રેતીના પ્લાન્ટમાં મજૂરી કરે છે. ત્યારે આજરોજ સાંજે ૫ઃ૦૦ કલાકે રેતીના પ્લાન્ટમાં મજુરી કામ કરતો સોહન બુરીયા ઉં. વ. ૪૮ રહે.મધ્ય પ્રદેશ રેતી કરવા માટે પ્લાન્ટ પર હૂપરના બેલ્ટમાં આવી જતા તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજતા રેતીના પ્લાન્ટમાં કામ કરનારા મધ્યપ્રદેશના અન્ય મજૂરોમાં ચકચારમાંથી જવા પામી છે. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ દોડી જઈ લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.