Vishesh News »

વલસાડ આરટીઅોના ઈન્સ્પેકટરોનું પડતર માંગણી અંગે વિરોધ પ્રદર્શન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૬ ઃ વાહનવ્યવહાર વિભાગના સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં ગુજરાતની અન્ય આરટીઓ કચેરીની સાથે વલસાડ આરટીઓના ઇન્સ્પેક્ટરઓઍ પણ આજરોજથી ૨૯ ફેબ્રુઆરી સુધી કાળી પટ્ટી લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ૨૬ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ સુધી આરટીઓના ઇન્સ્પેક્ટરો માસ સી.ઍલ. અલગ અલગ કાર્યક્રમો કરશે. આરટીઓ ઇન્સ્પેક્ટરના વિવિધ કાર્યક્રમોને લઈ આરટીઓ કચેરીના કામો ખોરંમભે જશે. રાજ્યની જુદી જુદી આરટીઓ કચેરી સહિત વલસાડ જિલ્લા આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટરો વાહન વ્યવહાર કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે અધિકારીઓના પ્રોબેશનનો પ્રશ્ન, ચેકીંગમાં પડતી મુશ્કેલીઓ, ૧૨ ફુટનું કન્ટેનર, છેવાડાના જિલ્લામાં ફલાઇંગ પદ્ધતિથી ચેકીંગની વ્યવસ્થા, હેડ ક્વાટરથી દૂર ચેકીંગ પોઈન્ટ પર આવવા-જવા સરકારી વાહન, દર સાહ સરપ્રાઈઝ ડયુટીના બદલે રોટેશનની જગ્યાઍ ઍક મહિનો અગાઉથી જાણ કર્યા મુજબ ડયુટી અને સળંગ ૭ નાઈટ શિફટની ડયૂટી સોંપવાનો હુકમ બંધ કરીને ઍક જ દિવસ નાઇટ ડયૂટી સોંપાય, સળંગ ૭ દિવસ ચેકિંગ ડયૂટીના અધિકારીને જાહેર તહેવારોની વળતર રજાનો લાભ મળે, બિસ્માર હાલતમાં ટેસ્ટ ટ્રેકમાં સુધારો કરાય, પ્રાઇવેટ કંપનીના સોફટવેર સિસ્ટમ ત્વરિત બંધ કરાય, ભંગાર સિસ્ટમના લીધે અધિકારી-કર્મચારીઓને બજાવાતી નોટીસ-ચાર્જશીટ ત્વરિત બંધ કરાય, બેનામી અરજીઓમાં સહિત ઍજન્ટો- ટ્રાન્સપોટર્સ દ્વારા ખોટી ફરિયાદોમાં થતી ચાર્જશીટ સુધીની કાર્યવાહી સેફટી સમિતિના સભ્ય સચિવ તરીકે હાઇવે ઍન્જિનીયરને જવાબદારી સોંપાય, નોડલ અધિકારીના ભથ્થામાં વધારો કરાય, નવા વાહનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અગવડભરી હોવાથી તે પૂર્વ ચકાસણીની સત્તા, યુનિફોર્મ અને વોશિંગ ઍલાઉન્સ, ત્વરિત નવા કોમ્પ્યુટરો અપાય, અધિકારી પોતાનું ઈન્ટરનેટ વાપરે તો ભથ્થું અપાય, સિનિયોરિટી પ્રમાણે ચાર્જ સોંપાય, સરકારી કાર્યક્રમોથી લઇ વીઆઇપી મૂવેન્ટમાં પૂરા પડાતાં વાહનોના બીલો નિયમ મુજબ સમય મર્યાદામાં પાસ કરાય અને ટેન્ડર કરી ઍજન્સીઓ પાસેથી ખાનગી વાહનો પૂરા પાડવાની પદ્ધતિ વિકાસાવવા સહિતની માંગણીઓ રજૂ કરી છે. કમિશનરની કચેરી દ્વારા ઇન્સ્પેક્ટર અને ઊંડાઉ જવાબ આપવામાં આવે છે. ૨૩મી ફેબ્રુઆરી સુધીમાં નિરાકરણ નહીં આવતા ગુજરાત મોટર વિભાગના ટેકનિકલ અધિકારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મુખ્યમંત્રીથી લઈ સબંધિત તમામ વિભાગોને જાણ કરી દેવામાં આવી છે જેથી સમગ્ર ગુજરાતની આરટીઓ વચ્ચેની સાથે વલસાડ જિલ્લા ઇન્સ્પેક્ટર દ્વારા આજરોજ તારીખ ૨૬થી ૨૯ ફેબ્રુઆરી સુધીમાં કાળી પટ્ટી, આવેદનપત્ર, સોશિયલ મિડીયાથી વિરોધ, કચેરી પાસે વિરોધ કરાશે. પહેલી માર્ચે માસ સીઍલનો કાર્યક્રમ અને ૪ માર્ચે ગાંધીનગરમાં પ્રદર્શન કરીને વિરોધ કરવાનો ઇન્સ્પેકટર ઍસોસિઍશન દ્વારા નિર્ણય કરાયો છે. આ પછી પણ પ્રશ્નો નહીં ઉકેલાય તો ૧૧મી માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહનવ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા ૭૦૦થી વધુ ઈન્સ્પેકટરો સ્વયંભૂ અચોક્સ મુદ્દત માટે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.