Vishesh News »

મહિલા ફરિયાદીને ચોકીઍ બેસાડી જમાદાર કોર્ટમાં ચાલી ગયો ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ નજીકના ગુંદલાઓ ગામે આવેલી દિયા ઍપાર્ટમેન્ટમાં ખાળકુવો ઉભરાઈ અસહ્ના દુર્ગંધ મારતા ઍપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઍ ઍપાર્ટમેન્ટમાં જ રહેતા ફલેટ ઘારકને ફરિયાદ કરવા જતા ત્રણે ભાઈઓઍ મહિલા સાથે ગાળા ગાળી કરી મારવાની ધમકી આપતા ગુંદલાવ ચોકીમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાને જમાદારે કલાકો સુધી બેસાડ્યા બાદ ખબર પડી કે આ જમાદાર કોર્ટમાં ગયો છે. વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે હાઇવે ચાર રસ્તા નજીક દિયા ઍપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગમાં ફલેટ નંબર ૧૦૯માં વિદ્યાદેવી રમેશ યાદવ ઘણા વર્ષોથી રહે છે. જોકે આજ બિલ્ડિંગમાં રહેતા જય કિશન નિષાદ, અજય નિષાદ અને સદન નિષાદ ત્રણે ભાઈઓ પણ રહે છે. ત્રણે ભાઈઓના ફલેટ નીચેની ગટર લાયન ચોકઅપ હોવાના કારણે ગટરનું પાણી વિદ્યા દેવીના બાલકની નીચે ઍકઠું થતું હોય છે. આ ગામના પાણીના કારણે અસંખ્ય દુર્ગંધ મારતા વિદ્યાદેવીઍ જય કિશન અને તેના ભાઈઓને ગટર રીપેરીંગ કરવા માટે જણાવતા ત્રણે ભાઈઓ ઉસકેર આવી જઈ વિદ્યાદેવીને ગંદી ગાળો બોલી મારવાની ધમકી આપી હતી. વિદ્યા દેવીનો પતિ ટ્રક ડ્રાઇવર હોઈ બહાર ગયો હતો. ઘરે આવ્યા બાદ પત્નીઍ ઘટના અંગે જણાવ્યું હતું. ત્રણે ભાઈઓઍ તમારાથી થાય તે કરી લેજો નિવેદ ધમકી આપતા વિદ્યાદેવી વલસાડ રૂરલ પોલીસ હસ્તક આવેલા ગુંદલાલ પોલીસ ચોકીમાં અરજી કરવા જતા ચોકીના જમાદાર બીપીનભાઈઍ ફરિયાદી મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ ખબર પડી કે જમાદાર બીપીનભાઈ કોર્ટમાં ગયો છે. જોકે પોલીસે દાદાગીરી કરનારા ત્રણેય ભાઈઓને ગુંદલાવ ચોકી પર લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. મહિલાને પોલીસ ચોકીમાં કલાકો સુધી બેસાડતા રૂરલ પોલીસ મથકના પીઆઇ જીત્યાને પણ જાણ કરી હતી. જોકે તેમણે આ બાબતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.