Vishesh News »

બીલીમોરા સ્ટેશનના રૂ.૪૪ કરોડનાં ખર્ચે પુનઃવિકાસ માટે ઈ-શિલાન્યાસ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૨૬ ઃ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સોમવાર બપોરે ઓનલાઈન લાઈવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બીલીમોરા સહિત પડ્ઢિમ રેલવેનાં ૬૬ રેલવે સ્ટેશનોનાં અમૃત સ્ટેશનનાં સ્વરૂપમાં પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરાયો હતો. જેમાં બીલીમોરાવાસીઓ સહભાગી બન્યા હતા. કેન્દ્ર સરકાર નવા ભારત સ્વપ્નને સાકાર કરવા ઝડપભેર આગળ વધી રહી છે. ત્યારે દેશભરમાં ૬૬ રેલવે સ્ટેશનોનાં અમૃત સ્ટેશનનાં સ્વરૂપમાં પુનઃ વિકાસ માટે સોમવારે સયુંકત શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જે અવસરે બીલીમોરા રેલ્વે સ્ટેશન ઉપર ભવ્ય સમારંભ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય નરેશ પટેલે સરકારની વિકાસ યોજનાની ઝાંખી કરાવી હતી. નવા સ્ટેશન ઉપર મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ સમારંભમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓઍ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શહેરીજનોઍ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઓનલાઈન કાર્યક્રમને માણ્યો હતો. ભારતીય રેલવેના ઇતિહાસમાં નવા અધ્યાયને વધાવી લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, શાંતિલાલ પટેલ, વિજય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, મનહર ઉર્ફે મના ભાઈ પટેલ, મામલતદાર જગદીશ ચૌધરી, રેલવે અધિકારી મહેન્દ્ર તિવારી, સ્ટેશન માસ્તર રિધ્ધીચંદ મીના, રોહન પટેલ, ભાવેશ ભટ્ટ, રેલવે પોલીસ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્નાં હતાં.