Vishesh News »

બલીઠામાં ટ્રાન્સપોર્ટર પર હુમલો કરવા આવેલા દમણના બુટલેગરો સામે ગુનો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૬ ઃ વાપીના બલીઠા ખાતે ઍક સોસાયટીમાં મોડી રાત્રે ૨ કારમાં બેસી ૧૦થી ૧૨ લોકો આવ્યાં હતા. ધમકી આપ્યા બાદ ટ્રાન્સપોર્ટરના ઘરે પહોંચી બેલ વગાડતા તેણે દરવાજો ન ખોલતા તમામ લોકો પરત ફર્યા હતા. હોક્કી, લાકડા અને ચપ્પુ સાથે આવેલા ઈસમો સોસાયટીમાં લગાવેલા ઘ્ઘ્વ્સ્ કેમેરામાં કેદ થયા હતા. બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે ઈસમો વિરુદ્ધ જાહેર નામાંના ભંગની ફરિયાદ નોંધી આગળન તપાસ હાથ ધરી છેવાપીના બલીઠા ફાટક પાસે આવેલ માધવ રેસીડેન્સીના વી-વિંગ ફલેટ નં. ૩૦૮માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દિપક સિંગ ને શુક્રવારે સાંજે દમણથી ઍક વોટ્સઍપ કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાઍ જણાવ્યું હતું કે, મને દારૂની ખેપ મારવા માટે કન્ટેનરની જરૂર છે તારે કન્ટેનર આપવા પડશે. દિપક સિંગે આ માટેના પાડી દેતા સામાવાળાઍ ધમકાવીને જણાવ્યું હતું કે, કન્ટેનર ન આપે તો ૧૦ લાખ રૂપિયા આપવા પડશે નહીં. તો તને દમણના દરિયામાં જાનથી મારીને ફેંકી દઇશું. સામાવાળો મજાક કરતો હશે તેમ સમજી દિપક સિંગ ફોન કટ કરી દીધો હતો. જે બાદ મોડી રાત્રે ૨.૩૦થી ૩ વચ્ચે બ્લેક કલરની ફોર્ચ્યુનર અને સફેદ કલરની બ્રીઝા કારમાં ૧૦થી ૧૨ લોકો દિપકના ઘરે પહોંચી ગયા હતા. બેલ વગાડતા દિપકે દરવાજો ન ખોલતા થોડા સમય રોકાઇ તેઓ પરત જતા રહ્ના હતા. સવારે સોસાયટીમાં લગાવેલા ઘ્ઘ્વ્સ્ કેમેરાની ચકાસણી કરતા તેમાં તમામ લોકો હાથમાં હોક્કી, લાકડા અને ચપ્પુ સાથે આવ્યા હોવાની જાણ થતા બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે દિપક સિંગે જણાવ્યું છે કે, ૧૨ પૈકી ૩ લોકોને તેઓ ઓળખે છે. આ ત્રણેય બુટલેગરો હોવાનું જણાવ્યું છેજોકે ફરિયાદી દીપક સિંગ પણ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું કામ કરતો હતો અને તે અંગેની અદાવતમાં પણ તેની પર હુમલો કરાયો હોવાની આશંકા સ્થાનિક લોકો માની રહ્ના છે.