Vishesh News »

વલસાડમાં મૂક-બધીર યુવકોની ક્રિકેટ ટૂર્ના. યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૬ ઃ વલસાડના તિથલ રોડ સ્થિત કુસુમ વિદ્યાલયના મેદાન પર ઍસોશીઍશન ઓફ ડેફ ઍન્ડ ડમ્બ દ્વારા તા. ૨૫ ફેબ્રુઆરીને રવિવારે મૂક- બધીર યુવકો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કુલ ૮ ટીમોઍ ભાગ લીધો હતો. જેમાં સુરત જિલ્લાની ટીમ રનર્સઅપ અને વલસાડ જિલ્લાની ટીમ ચેમ્પિયન - વિજેતા બની હતી. વિજેતા ટીમને રૂ. ૧૨,૦૦૦ અને રનર્સઅપ ટીમને રૂ.૭૦૦૦ રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં ૨૦૦ જેટલા મૂક- બધીર ભાઈઓ ઉપસ્થિત રહ્ના હતા. કુસુમ વિદ્યાલયના સ્પોર્ટસ શિક્ષકો દ્વારા ટુર્નામેન્ટનું અમ્પાયરીંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ સંચાલન કુસુમ વિદ્યાલયના નિયોજક વિવેકભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.