Vishesh News »

વલસાડમાં પત્રકાર વેલ્ફેર ઍસો.નો ચોથો મીડિયા ઍવોર્ડ વિતરણ સમારંભ યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૬ ઃ પત્રકાર વેલ્ફેર ઍસોસિઍશન વલસાડનો ચોથો મીડિયા ઍવોર્ડ વિતરણ સભારંભ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઍબીપી અસ્મિતા ન્યુઝ ચેનલનાં ચેનલ હેડ રોનક પટેલનાં અધ્યક્ષસ્થાને આગામી તા. ૩ માર્ચ ૨૦૨૪ ના રોજ વલસાડ ખાતે યોજાશે. જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વલસાડના પત્રકારોના પોતાના સંગઠન ઍવા પત્રકાર વેલ્ફર ઍસોસિઍશન વલસાડ દ્વારા છેલ્લા ૩ વર્ષથી મીડિયા ઍવોર્ડ વિતરણ સમારંભ યોજવામાં આવે છે. વર્ષ દરમિયાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કરાયેલી જુદી જુદી સ્ટોરીઓના ન્યૂઝ મંગાવી તેનું નિર્ણાયક દ્વારા જજમેન્ટ કરાય છે. આ સ્ટોરીઓમાં વિજેતા બનેલા મીડિયાકર્મીઓને ઍવોર્ડ વિતરણ સભારંભમાં મહાનુભવાના હસ્તે ઍવોર્ડ આપવામાં આવે છે. ૨૦૨૩ ના સમગ્ર વર્ષ દરમિયાન કરાયેલી સ્ટોરી અંગે પત્રકાર વેલફેર ઍસોસિઍશન દ્વારા પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. જેમાં હાલમાં અમદાવાદમાં ટીવી ૯ સાથે જોડાયેલા હરીશ ગુર્જર અને સુરતમાં ગુજરાતમિત્ર સાથે જોડાયેલા હેતલ ચૌહાણઍ નિર્ણાયક તરીકેની ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. પોઝિટિવ, હ્નામન, ઇન્વેસ્ટિગેટિવ, ઇમ્પેક્ટ, સોફટ, ફોટો સહિતની જુદી જુદી સ્ટોરીઓમાં મીડિયાકર્મીઓ દ્વારા મોકલાવાયેલી સ્ટોરીઓ અંગેનો નિર્ણય આવી જતા આગામી તા. ૦૩.૦૩.૨૦૨૪ ના રવિવારે સવારે ૧૧ઃ૦૦ કલાકે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઍબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના ચેનલ હેડ રોનક પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે. વલસાડના તિથલ રોડ સ્થિત ઍમ સ્ક્વેર મોલમાં આવેલા પરિવાર બેંકવેટ હોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા, વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પૂર્વ વલસાડ નગર પાલિકા પ્રમુખ સોનલ સોલંકી(જૈન) સહિતના અનેક અગ્રણીઓ, સામાજિક સંસ્થાનાં કાર્યકરો હાજર રહેશે. પત્રકાર વેલ્ફેર ઍસોસિયેશનના પ્રમુખ હર્ષદ આહિર તથા પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખે વલસાડ, નવસારી, ડાંગ તથા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પત્રકારોને આ કાર્યક્રમમાં હાજર રહેવા અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઍસોસિયેશનની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્ના છે.