Vishesh News »

‘દેશની સમસ્યાનો ઉકેલ કડક કાયદા અને ઍના અમલમાં છે’

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૫ ઃ દેશના બંધારણમાં ફેરફાર અને સનાતન હિંદુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને અનુરૂપ કાયદાઓ લાવવા માટે ભારતભરમાં ભ્રમણ કરી રહેલા બૌદ્ધિક સંવાદ અને ગોષ્ટી કાર્યક્રમમાં અશ્વિની ઉપાધ્યાય હવે દેશના પ્રશ્નોના ઉકેલ માટે આગામી સંસદની ચૂંટણીઓમાં અબકી બાર ૪૦૦ને પાર કરવી જરૂરી હોવાનું કોઈપણ રાજકીય પક્ષનું નામ લીધા વિના જણાવ્યુ઼ હતું. વાપીમાં વાપી વિચાર મંચ દ્વારા શનિવારે વાપી જીઆઇડીસીના વીઆઈ ઍ ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં ‘ઍક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે ઉપસ્થિત રહેલા પીઆઈઍલ મેન તરીકે ઓળખાતા અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા જણાવાયું હતું કે દેશમાં જુના મુઘલો અને અંગ્રેજોના જમાનાથી ચાલી આવતા કાયદાઓને લઈ ગુનેગારો ગુના કરી આબાદ ફરી રહ્ના છે તથા કાયદાની છટકબારીને લઇ તેવો કોર્ટમાંથી બિન્દાસ છૂટી જાય છે જા ગુનેગારોને ઝડપી આકરી સજા મળે, તેઓની નાગરિકત્વ ખતમ કરવામાં આવે ઍ જરુરી બન્યું છે. સંપત્તી જ કરવામાં આવે તથા ફાંસી સુધીની સજા નક્કી કરવામાં આવે અને દેશમાં બંધારણનું રાજ કહેવાય છે પણ ઍનો અમલ પણ મહત્વનો તેથી દેશના બંધારણમાં ફેરફાર અને સનાતન હિંદુ સંસ્કૃતિ તથા રાષ્ટ્રવાદને અનુરૂપ કાયદાઓ લાવવા માટે દેશની સંસદમાં ૪૦૦ બેઠકો આપવી પડશે તો જ જુના કાયદાઓ માં ફેરફાર કરાશે નહીં તો અગામી સદીઓ સુધી આ કાયદાઓ માં ફેરફાર કરે તેવા કોઈ શાસકો હિંમત કરશે નહીં. કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ દૂર કરવાની કાર્યવાહી થઈ તો આજે કાશ્મીરમાં હિંસાઓ ઓછી થઈ છે માટે સમગ્ર દેશમાં જુના કાયદાઓ બદલવા જરૂરી છે તેમ તેઓઍ આજના ઍક ભરત શ્રેષ્ઠ ભારત વિષય ઉપર વ્યાખ્યાન આપતા વાપીના બુદ્ધિજીવીઓ અને ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું વાપીમાં હવે કાયદાકીય ગુંચવણ અંગેની સમજ તેમજ પીઆઈઍલ માટે વાપીના જાણીતા સમાજસેવક તેમજ રાજકીય આગેવાન રોહિતભાઈ સોમપુરાની આગેવાનીમાં ટૂંક સમયમાં જ કાર્યાલય શરૂ કરવામાં આવશે તેમ વાપી વિચાર મંચના જીતુભાઈ દેસાઈ દ્વારા જણાવાયું હતું. આજના આ કાર્યક્રમમાં વાપીના જાણીતા ઍડવોકેટ કે.ઍમ બ્રહ્મભટ્ટ, આર્કિટેક ઍન્જિનિયર કિરીટભાઈ ભટ્ટ, સીઍ વિજય અગ્રવાલ, વિઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન હેમંતભાઈ પટેલ જીતેન્દ્રભાઈ દેસાઈ રવિભાઈ મયાત્રા અને વાપી વિચાર મંચ ની સ્થાપના કરનાર મુકેશભાઈ દેસાઈ સહિતના મોટી સંખ્યામાં વાપીના પ્રબુધ્ધો ઉપસ્થિત રહ્નાં હતાં. વ્યાખ્યાનના અંતે પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.