Vishesh News »

ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

(દમણગંગા ટાઈમ્સ) વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ તાલુકાના ડુંગરી ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. રેલવે ઓવરબ્રિજ બનવાથી ડુંગરી, ધરાસણા, કોસ્ટલ હાઈવે તેમજ પૂર્વ અને પડ્ઢિમ તરફ આવેલા ગામના લોકોને રેલવે સ્ટેશન તથા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવવા માટે આવન જાવનમાં સરળતા રહેશે તેમજ ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ થશે. લોકાર્પણ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈઍ ગ્રામજનોને નવા રેલવે ઓવરબ્રિજ માટે અભિનંદન પાઠવતાં કહ્નાં હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ૨૦૧૪માં દેશનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગતિશક્તિ યોજના હેઠળ અનેક વિકાસના કામો ગતિથી થઈ રહ્ના છે અને અનેક ગામોમાં પણ ખૂબ જ ગતિથી વિકાસ થઈ રહ્ના છે. રેલવે ઓવરબ્રિજ અને બીજા વિકાસના કામો જે આપણે સ્વપ્નામાં પણ ન વિચાર્યા હતા તે દરેક કામો આજે થઈ રહ્ના છે. આ ડુંગરી રેલવે ઓવરબ્રિજ લોકોની સુવિધામાં વધારો કરશે. મંત્રીઍ રેલવેના ઍરિયા મેનેજર અનુ ત્યાગીને અભિનંદન આપતા કહ્નાં હતું કે, અહીથી લઈ ઉમરગામ સુધીના દરેક રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં માર્ગ મકાન વિભાગના ઈજનેરો ખૂબ જ સારો સહયોગ પુરો પાડી સરસ કામગીરી કરી છે.વડાપ્રધાનના દેશના વિકાસમાં કરેલા કાર્યોને વધાવતા મંત્રીઍ ઉમેર્યું હતું કે, તેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દેશની પરિસ્થિતિને જોઈ વડાપ્રધાન બન્યા બાદ અનેક વિકાસની યોજનાઓ અમલમાં મુકી છે. સ્વચ્છ ભારત યોજના દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી છે. કોરોના કાળ દરમિયાન ભૂખમરા સામે લડવા વિનામુલ્યે અનાજ આપવાની શરૂઆત કરી હતી જે હજુ વર્ષ ૨૦૨૯ સુધી વિનામુલ્યે આપવાની જાહેરાત પણ કરી છે. સાંસદ ડૉ. કે.સી.પટેલ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે નવા રેલવે ઓવરબ્રિજના અભિનંદન પાઠવતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, સંગઠન મંત્રી શિલ્પેશભાઈ દેસાઈ અને કમલેશભાઈ પટેલ, ડુંગરીના સરપંચ પ્રિતીબેન દેસાઈ, સબંધિત વિભગ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્ના હતા.