Vishesh News »

યુઆઈઍની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારો મેદાનમાં

(દમાણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૫ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનમાં આગામી બે વર્ષની ટર્મ માટે યોજાનારી ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચૂંટણી કમિટીના ચેરમેન સુખવિંદર તથા સભ્યો દ્વારા સત્તાવાર રીતે ૨૯ ઉમેદવારા નું લિસ્ટ જાહેર કરાયું હતું કુલ ૩૧ પૈકી ઍક ફોર્મ રિજેક્ટ જ્યારે ઍક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ૨૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. કેટલીક ટેકનીકલ બાબતોને લઈ વિરોધ ઉપસ્થિત થયો હતો પરંતુ કંપની સેક્રેટરીનું માર્ગદર્શન લઇ વિવાદનો સુખદ ઉકેલ લાવવામાં ચૂંટણી કમિટી સફળ રહી હતી. આગામી ૨૧ માર્ચના રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન સંસ્થાની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા થશે અને ત્યારબાદ તુરંત જ મતગણતરી હાથ ધરાશે. જોકે સરીગામ ઍસ.આઇ.ઍ ની જેમ ઉંમરગામ ઇન્ડસ્ટ્રી ઍસોસિઍશનમાં પણ સમરસ થાય તે માટે કેટલાક ઉદ્યોગકારો પ્રયાસ કરી રહ્ના છે. તેઓના પ્રયાસ કેટલા અંશે સફળ રહેશે તે તો આવનારો સમય બતાવશે.