Vishesh News »

દાનહ સુગરના વર્ષોથી સલવાયેલા કહેવાતા કરોડો રૂપિયા અંગે તપાસ કયારે ?

વાપી,તા.૨૫ઃ આજે તા. ૨૬-૨-૨૦૨૪ ના રોજ કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્ના છે અને તેઓ હસ્તક સહકાર વિભાગ પણ હોય, સંપ્રદેશ દાદરા નગર હવેલી સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લી. દ્વારા પ્રદેશના સુરંગીમાં હાલ હાડપિંજર હાલતની સુગર ફેક્ટરીને ઊભી કરવા પાછળ સલવાયેલા મનાતા ૩૦ કરોડ રૂપિયા સંદર્ભમાં તેઓ તળિયા ઝાટક તપાસ કરે ઍમ સુગર મંડળીના સભાસદો ઇચ્છે છે. દાદરા નગર હવેલી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. મલ્ટી સ્ટેટ કો.ઓપરેટિવ સોસાયટીઝ ઍક્ટ ૧૯૮૪ મુજબ નોîધાયેલી છે ઍટલે કે આ સુગર ફેક્ટરીને દાદરા નગર હવેલી ઉપરાંત ગુજરાત, દમણ અને મહારાષ્ટ્રમાંથી પણ પીલાણ માટે શેરડી ઉપલબ્ધ થઈ શકે. જ્યારે આ સુગર ફેક્ટરીની સ્થાપના થઈ ત્યારે તે સેલવાસ નજીકના શાયલીમાં ઊભી થનાર હતી પરંતુ આ વિભાગના આદિવાસી અગ્રણી મોહનભાઈ ડેલકરના વિરોધના કારણે સુગર ફેક્ટરીનું કામ ઘોંચમાં પડ્યું હતું. ઍ પછી ૧૯૮૯માં મોહનભાઈ ડેલકર નગર હવેલીની સંસદની બેઠકની ચૂંટણીમાં વિજય બનતા તેમણે સાંસદ તરીકે સહેલી ખાતે સુગર ફેક્ટરી ઊભી નહીં કરવા જોરદાર રજૂઆતો કરતા સુગર ફેક્ટરીની યોજના પર વેક્યુમ બ્રેક લાગી ગઈ હતી. દાદરા નગર હવેલી સહકારી ખાણ મંડળીના લગભગ ૩૦ હજાર ઉપરાંત સભાસદોની સંખ્યા છે. મુળ ૨૫૦૦ ટનની પ્રતિદિન પીલાણ શક્તિ ધરાવતી આ સુગર ફેક્ટરી વર્ષો સુધી રાજકીય વિરોધના વીસચક્રમાં પીસાતી રહી, છેવટે સાંસદ મોહનભાઈ ડેલકરના વિરોધને કારણે મંડળીના સંચાલકોઍ સાયલીને બદલે સુરાંગીમાં ફેક્ટરી ઊભી કરવાનું નક્કી કર્યું.અહીં રડતાને પિયારીયા મળ્યા જેવું થયું તે સમયે કેન્દ્રમાં સરદ પવાર કૃષિ મંત્રી હતા અને તેમણે દાદરા નગર હવેલી સુગર ફેક્ટરીની પ્રતિદિન ૨૫૦૦ ટનની પીલાણ શક્તિને બદલે પ્રતિદિન ૧૨૫૦ ટનની પીલાણ શક્તિ ધરાવતી યંત્ર સામગ્રી ઊભી કરવાનું સૂચન કર્યું અને ઍ ઝડપથી સ્વીકારાઈ પણ ગયું! મંડળીના કાર્યવાહકોઍ સંસ્થાની નાણાંકીય હાલતને ધ્યાને લઈ સેકન્ડ હેન્ડ મશીનરી ખરીદવાનો પણ નિર્ણય કરી નાખ્યો! આ આખા પ્રકરણમાં શરદ પવાર બાબતમાં લાલો લાભ વિના લૂંટે નહીં જેવો થયાની ચર્ચા છે! કહે છે કે શરદ પવારે મહારાષ્ટ્રના બારામતીની ચાર દાયકા જૂની મશીનરી દાદરા નગર હવેલી સુગર મંડળીને વેચવાનું નક્કી કર્યું અને તે મુજબ સભાસદો કેન્દ્ર સરકાર અને ઍક બેંક મળી ત્રીસેક કરોડ રૂપિયાના ખર્ચે સુરંગી ખાતે આ મશીનરી ઊભી કરવામાં આવી પરંતુ મશીનરી ઊભી કર્યા પછી આ સુગરની જૂની યંત્ર સામગ્રી ખાંડનું ઉત્પાદન કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ અને આજે સુરંગીમાં આ સુગર ફેક્ટરી બેહાલ સ્થિતિમાં હોવાની વાત છે અહીં પ્રશ્ન ઍ જ છે કે જૂની યંત્ર સામગ્રી પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યાને આજે વર્ષો વીતી ગયા છે છતાં સલવાયેલા સભાસદોનો નાણાં બાબતમાં આજ દિન સુધીમાં કોઈનું પણ ઉત્તરદાયિત્વ નક્કી થયું નથી. પ્રદેશની રાજકીય ટોપીઓ પણ આ પ્રશ્ને વર્ષોથી મૌન છે! દાદરા નગર હવેલી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ના હજારો સભાસદો ગૃહ મંત્રી અમિત શાહ આ ચોકાવનારા પ્રકરણ બાબત તળીયા ઝાટક તપાસ કરવાનો આદેશ આપે ઍવી આશા રાખે છે.