Vishesh News »

ધરમપુરમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઈ - ૩૦૦૦ યુવાનોઍ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

યુવાવસ્થામાં દરેક પાસે નિડ્ઢિય ધ્યેય હોવું જાઈઍ ઃ ડીઍસપી (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૨ - શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૨મી જન્મજયતી યુવા-રેલી અને યુવા-સંમેલનના સથવારે ઉજવાઇ હતી જેમાં નગરની અને તાલુકાની ૨૦થી વધુ શાળા અને કોલેજના ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીમિત્રો ઍબીવીપીના કાર્યકર્તાઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, કેળવણીકારો અને નગરના પ્રબુદ્ધ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. સવારે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે પુષ્પાંજલિ બાદ ૩૦૦૦થી વધુ યુવા વિદ્યાર્થીઓના સથવારે નીકળેલી યુવા-રેલી નગરના સમડીચોકથી ીનિકળી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરે સંપન્ન થઈ હતી, જયાં આયોજિત યુવા સંમેલનના મુખ્ય વક્તા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો કરનરાજ વાઘેલાજીઍ (આઈપીઍસ) યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે યુવા અવસ્થામાં દરેક વિદ્યાર્થી પાસે ઍક નિડ્ઢિત ધ્યેય હોવો જોઈઍ અને ઍને પામવા પ્રચંડ પુરુષાર્થ પણ કરવો જોઈઍ ઍમણે પોતાના જીવનમાં સ્વામી વિવેકાનંદજીના વિચારોનો પ્રભાવ પણ જણાવ્યો હતો. અને ડૉક્ટર થયા બાદ ઍક વર્ષ ઈર્ન્ટનશીપ કરી અને ત્યાર બાદ પણ આઇપીઍસ બનવાનું સ્વપ્નું સેવ્યું અને સિધ્ધ કર્યાની પોતાની આખી જીવનગાથા ભાવવાહી શૈલીમાં કહી હતી. બીજા વ્યક્ત હરિકૃષ્ણ શાસ્ત્રીજીઍ વિદ્યાથીઓને વિવેકાનંદજીના આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન, આત્મસંયમના સિધ્ધાંતો આધારીત વિસ્તૃત છણાવટ કરી હતી. વિધ્યાથીઓઍ પ્રશ્નોતરી કાળ દરમિયાન કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતાં. યુવા સંમેલનની શરૂવાતમાં ડો દોલતભાઈ દેસાઇઍ ટ્રસ્ટની પ્રવૃતિઑનો પરિચય આપી સૌને આવકાર્યા હતા બાદ સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે પણ સંબોધન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે આટોપી હતી.