Vishesh News »

વાંકીના બ્રીજના રૂ. ૨.૪૨ કરોડ અંતે ધૂળભેગા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ તા ૨૫ વલસાડના અટકપારડી અને પાનેરાપારડી ગામ વચ્ચે આવેલી વાંકી નદી પર દોઢ વર્ષ અગાઉ રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે બનાવવામાં આવેલો બ્રિજમાં નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલ માપો વિસંગતતા તેમજ ૩૬ જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલને જેસીબી થી તોડવામાં આવ્યો હતો. કામગીરી ચાલી રહી છે. બ્રિજમાં ભ્રષ્ટાચાર કરનારા ૩ ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વલસાડ તાલુકાના અટક પારડી અને પારનેરા પારડીગામ વચ્ચેથી પસાર થતી વાંકીનદી ઉપર ૨.૪૨ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રીજ દોઢ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. વાંકી નદી પર બ્રિજ બનતા આજુબાજુના ગામોના લોકો વિદ્યાર્થીઓ નોકરીઆતોને અવરજવર કરવામાં સરળતા રહી હતી. આ બ્રિજમાં હલકી કક્ષાનો મટીરીયલ હોવાના કારણે બ્રિજ અવર જવા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. અટકપારડી અને પારનેરા પારડીગામ વચ્ચે વાંકી નદી પર બનાવેલા પુલમાં હલકી કક્ષાનું મટીરીયલ અને પુલ નબળો હોવા અંગેની ગાંધીનગરમાં થયેલી ફરિયાદ આધારે તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસ કરવા આવેલી ટીમે પુલ નબળો હોવા અંગેનો રિપોર્ટ આપતા તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો.સરકારે બનાવેલા પુલમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા અનેક ક્ષતિઓ જોવા મળી હતી.જેના કારણે સરકારને ૮૭,૯૯,૮૭૯ રૂપિયાનું નુકસાન કરતા ગાંધીનગર માર્ગ મકાન વિભાગના ઊપ સચિવ જે. ઍમ. પટેલે વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નિલય બી નાયક, વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના મદદનિશ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી અને મદદનીશ ઇજનેર ખુશ્બુ કે. કથ્રેચાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે પુલનું કામ કરનાર અમદાવાદની ઍજન્સીના નીકળતા બિલની રકમ ની માંગણી કરતા વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નિલય બી. નાયકે કોન્ટ્રાક્ટર પર રૂ. ૧૫ લાખની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે વલસાડ ઍસીબી સાથે ગોઠવેલા છટકામાં લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયક અને કોન્ટ્રાક્ટર હિમાંશુ રૂ.૧૫ લાખની લાંચ લેતા ઍસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. નાયબ કાર્યપાલક ઇજનેર હાલ જેલમાં છે. મદદનીશ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી ભાગી છુટયો હતો. દોઢ વર્ષ બાદ વાંકી નદી પર બનાવવામાં આવેલો બ્રિજની નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલ માપો વિસંગતતા તેમજ ૩૬ જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલને જેસીબી થી તોડવામા આવ્યો હતો.