Vishesh News »

અંતે જૂજવાની મોટર્સ ડ્રાઈવિંગ સ્કુલને તાળું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૩ ઃ વલસાડના જૂજવાગામે માતા ફળિયામાં આવેલી બ્લોક સર્વે નંબર ૧૧ વાળી ખેતીની જમીનમાં શિવજી મોટર્સ નામે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ બાઈક અને કાર શીખનારો માટે ગેરકાયદેસર રીતે ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક બનાવ્યા બાદ ગામના સરપંચે આ શિવજી મોટર ડ્રાઇવિંગ નામની સ્કૂલ બંધ કરાવી હતી. ટુ વ્હીલર ફોરવીલર કે મોટા વાહનો નાર વાહન ચાલકો પાસે લાયસન્સ અવશ્ય હોવું જરૂરી છે. વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં ડ્રાઇવિંગ સ્કૂલોચાલતી આવેલી છે. જોકે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે વલસાડ આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ પ્રેક્ટિસ ટ્રેક પર લેવામાં આવતી પરીક્ષા કઠિન હોય છે. વલસાડમાં આવેલી કાર શિખાવનાર મોટા ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો દ્વારા પ્રેક્ટિસ ટેસ્ટ ડ્રાઈવીંગ શીખવા આવનારાઓ માટે ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે. વલસાડ તાલુકાના જુજવા ગામે માતા ફળિયામાં રહેતા ગામના ખેડૂત ધીરુભાઈ પટેલની આવેલી બ્લોક સર્વે નંબર ૧૧ વાળી જમીનમાં શિવજી મોટર્સ નામની ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જોકે જમીન માલિકે આ જમીનને ઍન. ઍ કરવામાં ન આવી હોવા તેમ છતાં ગેરકાયદેસર રીતે ટેસ્ટ પ્રેક્ટિસ ટ્રેક બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ગામના મહિલા સરપંચે જમીન માલિક અને શિવજી મોટર્સ નામની મોટર ડ્રાઇવિંગના સંચાલક પાસેથી પરવાનગી ઍ નકલો માંગતા ન હોવાથી જુજવા ગામે ખેતરમાં ચાલતી શિવજી મોટર ડ્રાઇવિંગ નામની સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.