Vishesh News »

વાપીને અમૃત ભારત સ્ટેશન યોજનાનો લાભ મળશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૩ ઃ ભારતીય રેલ્વેની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અંન્ડરપાસના શીલાન્યાસ સાથે ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાપી રેલ્વે સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત વાપી રેલ્વે સ્ટેશનનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. અને મુસાફરો તેમજ વેપારી અને ઉદ્યોગપતિઓને અનેક સારી સુવિધાઓ પણ મળી રહેશે. જે અંતર્ગત તા. ૨૬/૦૨/૨૦૨૪ના રોજ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વિકાસકાર્યનો શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં રેલ્વે રાજ્ય મંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ તથા રેલ્વે વિભાગના મુખ્ય અધિકારીઓ પણ તેમાં જોડાશે. આ પ્રસંગે વાપી રેલ્વે સ્ટેશન પરિસરમાં ૨૬/૦૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ઃ૪૫ કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.