Vishesh News »

ડુંગરી ફલાયઅોવરમાં ઉદ્દઘાટન પહેલાં જ ક્ષતિ !

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૩ ઃ વલસાડના ડુંગરી રેલવે ફાટક પરનો ઓવરબ્રીજનું કામ રૂ. ૨૩ કરોડના ખર્ચે બનાવવા આવેલા બ્રિજનો રવિવારના રોજ નાણામંત્રીના હસ્તે લોકાર્પણ વિધિ થાય તે પહેલા ડુંગરીના જાગૃત નાગરિકે બ્રિજમાં રહેલી કેટલીક ક્ષતિઓ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજમાં રહેલી ક્ષતિને છુપાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્ના છે. ત્યારે રવિવારના રોજ ૨૩ કરોડના ખર્ચે બનાવેલ રેલવે ઓવર બ્રિજના બાંધકામ અંગે અનેક સવાલો ઊભા થયા છે. વલસાડ તાલુકાના ડુંગરી રેલવે સ્ટેશન પાસે ગેટ નંબર ૧૦૨ ઉપર રેલવે ફલાય ઓવરબ્રિજનું રૂ. ૨૩ કરોડના ખર્ચે નવો બનનાર રેલ્વે ફલાયઅોવર બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. છ વર્ષ થવા છતાં ડુંગરી રેલવે ફલાયઅોવર બ્રિજનું કામ ધીમી ગતિઍ ચાલતા કાંઠા વિસ્તારમાં ૨૦ થી વધુ ગામના રહેશો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ નોકરીયાતો, મુસાફરો ભારે પરેશાની વેઠી રહ્ના હતા. છ મહિના અગાઉ ડુંગરી ફલાય ઓવરબ્રીજના છેડાનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. જે બાદ ફરીવાર કોન્ટ્રાક્ટર દ્વારા તૂટી પડેલા પાછળના ભાગને નવો બનાવવામાં આવ્યો હતો. સાત વર્ષ બાદ ડુંગરી રેલવે ફલાઈ ઓવરબ્રીજ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે આગામી તારીખ ૨૨/૨/૨૦૨૪ ના રોજ નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવનાર હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બ્રિજનું લોકાર્પણ અગાઉ વિસ્તારના જાગૃત નાગરિકે બ્રિજના કેટલીક ક્ષતિઓ અંગે નો વિડીયો વાયરલ થયો છે. કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા બ્રિજમાં રહેલી ક્ષતિને છુપાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્ના છે ત્યારે ૨૩ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવેલો રેલવે ઓવર બ્રિજના બાંધકામ અંગે અનેક સવાલો ઊભા થયા છે.