Vishesh News »

ધોડીપાડામાં ધારાસભ્યના હસ્તે પ૦૦ લાભાર્થીઅોને સહાય અર્પણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૩ ઃ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત ૩૫૦ જેટલી તાડપત્રી અને ૧૫૦ ઇલેક્ટ્રીક પંખા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મંચસ્થ સ્થાને તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, ધોડીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન પાટકર સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.