Vishesh News »

ચીખલી તાલુકામાં વંકાલ મુખ્ય શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૨૩ ઃ ચીખલી તાલુકા વંકાલ મોટા ફળીયા સ્થિત મુખ્ય શાળા ની સાતેક ફૂટ ઊંચી અને સાંઠ ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ ની દિવાલ શુક્રવારે સાંજે ૭ઃ ૩૦ કલાકે ધરાશાયી થઈ હતી. જોકે શાળા છૂટ્યા બાદ મોડી સાંજ નો સમય હોવાથી દુર્ઘટના ટળી હતી. ચીખલી તાલુકાના વંકાલ ગામે મુખ્ય શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવા માં આવી હતી. જે જર્જરિત થવા સાથે ઍક તરફ નમી ગઈ હતી. જે અંગે ગ્રામપંચાયત સરપંચ દક્ષા પટેલ, અને શાળા ના આચાર્યા જીગીશા પટેલ ઍ ગ્રામસભા નાં ઠરાવ સાથે સર્વ શિક્ષા સહિત વિવિધ સ્તરે રજુઆત કરી હતી. તેમ છતાં નિરાકરણ આવ્યું ન હતું. દરમિયાન શુક્રવારે સાંજે ૭ઃ૩૦ કલાક નાં અરસામાં દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. જેને કારણે આચાર્યા, કમલેશ પટેલ સહિત અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ધસી આવ્યા હતા. ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ ને વોટ્સઍપ મારફતે ફોટોગ્રાફ મોકલી ઘટના ની જાણ કરી હતી.