Vishesh News »

જીલ્લા કવોરી ઍસો.ઍ કલેકટરને મુશ્કેલીઅો અંગે રજુઆત કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લા કવારી ઓનર્સ ઍસોસિઍશનના પ્રમુખ અને ઍસોસિઍશનના સભ્યોઍ નવનિયુક્ત કલેકટરની મુલાકાત લઇ શુભેચ્છા આપી તેઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. પ્રાવિગત મુજબ વલસાડ જિલ્લા કવારી ઓનર્સ ઍસોસિઍશનના પ્રમુખ મુકેશસિંહ ઠાકુર અને ઍસોસિઍશનના સભ્યો દ્વારા આજે વલસાડ જિલ્લાના નવનિયુક્ત કલેકટર આયુષ ઓકની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ક્વરી ઍસોસિઍશનના પ્રમુખ મુકેશસિંહ ઠાકૂર દ્વારા કવારી સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરીને તેમને વાકેફ કર્યા હતા. જે અંગે કલેક્ટર આયુષ ઓક દ્વારા તેઓની દરેક સમસ્યાનો ઝડપથી યોગ્ય ઉકેલ લાવવાની અને બનતી તમામ મુશ્કેલીઓ સમસ્યાઓ સામે સહયોગ આપવાની ખાતરી આપી હતી અને ઉપસ્થિત તમામ લોકોને જિલ્લામાં આર્ટિફિશિયલ સેન્ડ ઍટલે કે રેતીનું ઉત્પાદન વધારવા માટે આગ્રહ રાખી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.