Vishesh News »

દમણમાં નેબરહુડ યુથ પાર્લામેન્ટ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૩ ઃ નેહરુ યુવા કેન્દ્ર દમણ, ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા, દમણની સરકારી ઍન્જિનિયરિંગ કોલેજ ખાતે નેબરહુડ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ડો.કલ્પના દિવાકરે નારી શક્તિ અને આજના સમયમાં કાર્યસ્થળે મહિલાઓની ભૂમિકા વિશે પ્રવચન આપ્યું હતું. આગામી સત્રમાં, સરકારી ઍન્જિનિયરિંગ કોલેજ, દમણના મિકેનિકલ વિભાગના વડા, પુષ્પરાજે ન્યુ ઈન્ડિયા – ન્યુ ઈનિશિઍટિવ્સ વિષય હેઠળ સરકારની વિવિધ યોજનાઓ વિશે યુવાનોને માહિતગાર કર્યા. કાર્યક્રમના છેલ્લા સત્રમાં દમણ ઍન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોઍ સંસદના વિવિધ પાત્રોની ભૂમિકાઓ ભજવી હતી. આ દરમિયાન દમણ જિલ્લાને લગતા પર્યાવરણ, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન દમણ ઍન્જીનીયરીંગ કોલેજના તમામ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમના આયોજનમાં ઍન્જીનીયરીંગ કોલેજના વહીવટીતંત્રનો વિશેષ સહયોગ રહ્ના હતો.