Vishesh News »

પારડીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત વરિષ્ઠ નાગરિકે ડી.ઍસ.પી.ને લિખિત ફરિયાદ કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૩ ઃ પારડી ભાજપના હોદ્દેદાર અને અનાવિલ અગ્રણી તરીકે ઓળખાતા પ્રણવ ડી. દેસાઈ દ્વારા તેમની જ જ્ઞાતિના તથા તેમના પિતાના મિત્રના પુત્રની પાસેથી ૧૦ „ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આજ સુધી રૂ. ૩૮ લાખ લઈ લીધા અને કોરો ચેક લખાવી લઈ વધુ રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની તથા અપરણ કરી જવાની ધમકી આપતા જિલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ કરાય છે. પ્રા વિગત મુજબ મૂળ પારડી તાલુકાના સરોધી ઉદવાડા ખાતે રહેતા મુકેશભાઈ જીવણજી દેસાઈ હાલ રહે. મોટી દમણનાઓ ખડકીગામે જલાવ લાકડાનો વેપાર કરે છે અને તેઓઍ વલસાડ જિલ્લા પોલીસવડા ને લેખિતમાં જાણ કરી છે કે પ્રણવ ડી. દેસાઈ રહે. બાલાખાડી, સ્ટેશન રોડ, પારડી જેવો હાલમાં પારડી ભાજપ સંગઠનમાં મહામંત્રીનો હોદ્દો ધરાવે છે અને પારડી તથા વાપી તાલુકામાં મોટા જમીનદાર પણ છે. ફરીયાદીઍ જીલ્લા પોલીસવડાને કરેલી લિખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઅો વર્ષો પહેલા ફરિયાદી અને આરોપીના બાપા, કાકા, ઍકબીજા સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવતા હતા અને ઍકબીજા પાસે રૂપિયા ઉછીના લેવાનો વ્યવહાર કરતા હતા અને રોકડમાં પરત આપી પણ દેતા હતા આ ફરિયાદ કરનાર મુકેશ દેસાઈના જણાવ્યા મુજબ આરોપી પ્રણવ દેસાઈ દ્વારા તેમના પિતા દોલતરાય ભગવાનજી દેસાઈના મૃત્યુ બાદ તેઓની પાસેથી અવારનવાર કુલ રૂ. ૩૮ લાખ આજ સુધીમાં ઉઘરાવી લીધા છે અને હાલમાં તેઓની પાસેથી કોરા ચેક લખાવી લઈ ફરિયાદીની ઉદવાડા ખડકી ખાતે આવેલ જલાવ લાકડાના ખરીદ વેચાણના ધંધાના સ્થળે છેલ્લા છ માસથી ઍ ઈસમ આવી અનેકવાર વ્યાજ પેટે મોટી રકમ ચૂકવી આપવા છતાં ધાકધમકી આપી દબાણ કરતા રહે છે અને રકમ ન ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની તથા અપહરણ કરી જવાની તેમજ તેની હત્યા કરી નાખવાની ધમકી આપી રહ્ના હોવાનું કહી ડીઍસપીના દરવાજે પહોîચ્યા છે. અને ડરથી વલસાડ જિલ્લા પોલીસવડાને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે. તેમણે લિખિત ફરિયાદમાં વ્યાજની ઉઘરાણી કરનાર સામે તાત્કાલિક પગલાં લઈ કાર્યવાહી કરવા વિનંતી કરી છે. વધુમાં આ ફરિયાદમાં પરીણામ નહી આવે તો તેમણે ન છૂટકે આત્મહત્યા કરી લેવાની મજબુરી પણ દર્શાવી તેની તમામ જવાબદારી વ્યાજ માટે ઉઘરાણી કરતા વ્યકિત તથા પોલીસની રહેશે ઍમ જણાવ્યું છે. આ ફરિયાદની નકલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને પણ પત્ર મારફતે કરી હોવાનું ફરિયાદીઍ જણાવ્યું હતું.