Vishesh News »

સેલવાસમાં પોલીસ સ્ટેશન સામેની ૭ દુકાનના તાળા તૂટ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૩ ઃ સેલવાસ પોલીસ સ્ટેશનની સામે આવેલ સિદ્ધાર્થ શોપિંગ સેન્ટરની સાત દુકાનના તાળા કોઈ અજાણ્યા ઈસમ તોડીને ચોરી કરી હતી. મળતી માહિતી મુજબ રાત્રે થયેલી ચોરીમાં દુકાનના ગલ્લામાં રાખેલ રોકડની ચોરી કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી અને સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરને ઝબ્બે કરવા માટેના ચક્રોગતિમાન કર્યા હતો. પોલીસ સ્ટેશનની સામે જ આવેલી દુકાનના તાળા તૂટતાં લોકો કાયદા અને કાનૂન વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવી રહ્ના છે.