Vishesh News »

દમણમાં ફેબ્રીકેશન વર્કશોપના માલિકની ગેરહાજરીમાં રોકડ અને સાધનો ગુમ થતાં ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૩ ઃ દમણના તીનપત્તી ખાતે આવેલ યોગી કોમ્પ્લેક્સ માં ઍસ ઍ ફેબ્રિકેશન વર્કશોપ ધરાવતા મોહમ્મદ સમશેર સુલેમાન આલમની દુકાનમાંથી તાળું તોડી ફેબ્રિકેશનના સાધનો તેમજ રૂ. ૮૬ હજાર રોકડા અને હિસાબ કિતાબની બુકો ગાયબ કરી દેવાતા પોલીસમાં ફરિયાદ કરાય છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંઘપ્રદેશ નાની દમણના દેવકા રોડ ઉપર આવેલ તીનપત્તી ખાતેની યોગી કોમ્પલેક્ષ ની દુકાન નંબર જી -૩ માં ઍસ ઍ ફેબ્રિકેશન વર્કશોપ નામની દુકાન મોહમ્મદ સમશેર સુલેમાન આલમ રહે. ધાચીવાડ, નાની દમણ મૂળ રહે. વિલાસપુર બિહાર નાની દુકાન આવેલ છે. જેમાં ફેબ્રિકેશનને લગતા ડ્રિલ મશીન વેલ્ડીંગ મશીન મોટરો તેમજ અન્ય સાધનો રાખી દુકાનને તાળું મારી તા. ૩૧-૧૨-૨૦૨૩ ના રોજ તેમના વતન બિહાર ગયા હતા તે દરમિયાન કોઈ ઈસમ કે દુકાનના મૂળ માલિક ધર્મેન્દ્ર ગણપતભાઈ પટેલ દ્વારા તેમની દુકાનનું તાળું તોડી દુકાનમાંથી તમામ ચીજ વસ્તુઓ ગાયબ કરી દેવાઈ હોવાની જાણ તેઓને તેમના વતન બિહારથી તા. ૧૮-૧-૨૦૨૪ ના રોજ આવતા અને દુકાને કામકાજ કરવા માટે પહોંચ્યા ત્યારે દુકાનને તાળું હતું અને બપોર બાદ દુકાનમાં ધર્મેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ દુકાન ખોલી બેઠા હતાં. જેથી તેઓને ગયો હતો કે તેમની દુકાનમાંથી સાધનો તેમજ રોકડ અને બુકની ચોરી ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાઈ હોવાનું થતા તેઓઍ નાની દમણ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ઍસ. પરમાર કરી રહ્ના છે.